રેસકોર્સ ટ્રેડફેરમાં રાજકોટની 37 જેટલી સંસ્થા ક્લબ, ગ્રુપ, મંડળો સાથે ઐતિહાસિક આયોજન

21 થી 29 જાન્યુઆરી 9 દિવસ સુધી ભારત માતાની વંદના, બાળકો અને બહેનોના ડાન્સ, ફેશન શો, કુકીંગ સ્પર્ધા જેવા કાર્યક્રમો

વી કેન ગ્રુપ દ્વારા હર હમેંશ સમાજના લોકો માટે કંઇક સારૂ ઉપયોગી થવાના હેતુથી અવનવા કાર્યક્રમોનું આયોજન પારિવારિક માહોલમાં થતું હોય છે. જેમાં આ વર્ષે 26 જાન્યુઆરીના પર્વને ધ્યાનમાં લઇ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર ભવ્ય ઉજવણી થશે. જેમાં રાજકોટ ખાતે સક્રિય એવી 37 જેટલી સંસ્થાઓ, ક્લબ, બહેનોના મંડળ, ગ્રુપના સભ્યો બહોળી સંખ્યામાં ભાગ લેશે. આ સાથે આ કાર્યક્રમમાં રાજકોટની જનતાને પણ આમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા પીનાબેન કોટકએ જણાવ્યું હતું કે રેસકોર્ષ ટ્રેડફેર ખાતે દેશભક્તિના કાર્યક્રમમાં પદાધિકારીઓ, સમાજ અગ્રણીઓ વગેરે રોજેરોજ હાજરી આપી બાળકો અને બહેનોને પ્રોત્સાહિત કરશે.

રાજકોટ ખાતે આ સૌ પ્રથમ આયોજન છે. જેમાં આટલી બહોળી સંખ્યામાં બહેનો, ક્લબ ગ્રુપ સંસ્થા, મંડળના માધ્યમથી જોડાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વીકેન ગ્રુપ સાથે અર્પણ લેડીઝ ક્લબ, ક્વિન્સ ક્લબ, કહાન ગ્રુપ, રઘુવંશી સહિયર ગ્રુપ, મહિલા મિલન ક્લબ, રઘુવંશી મહિલા મંડળ, સહેલી ક્લબ, મંત્રી ક્લબ, રઘુવંશી ફ્રેન્ડ્સ ફન ક્લબ, રઘુવંશી લેડીઝ ક્લબ, ઝેન્સ ક્લબ, મીરાં ક્લબ વગેરે અનેક સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

‘અબતક’માં વી કેન ગ્રુપના ડો.પીનાબેન કોટક, ડો.તૃપ્તિ કોટક રાજા, મીનાબેન જસાણી, બિંદુબેન ચાંદરાણી, જીતાબેન દતાણી, સુનિતાબેન પઢિયાર, હિનાબેન પોપટ, મનીષાબેન પારેખ, પ્રિતીબેન પાંઉ, જલ્પાબેન પતીરા, અમીષાબેન દેસાઇ, પ્રિતીબેન અજમેર, ભાવનાબેન રાજાણી, હેમલબેન રાજા, જાગૃતિબેન ખિમાણી, સોનલબેન પુજારા, કરૂણાબેન સોમેયા, કિર્તીબેન કોટેચા, ઉષાબેન સોનેજી, વામીન કુંડલીયા, જસુબેન વાસાણી વગેરે ઉપસ્થિત રહ્યા અને માહિતી આપી હતી. વધુ માહિતી માટે : 7383825050, 7433927606 પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.