રાજાશાહીનો વિરોધ કરનારા મુસ્લિમ બ્રધરહુડને સમર્થન ખતમ અને અલ-જજીરા ન્યુઝ ચેનલ બંધ કરવા સહિતની ૧૩ માંગોનું સુચિપત્ર
સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોની તરફથી તેમની માંગોની સુચિ સ્વિકાર કરવા માટે કતારને આપવામાં આવેલી. અંતિમ સમય સીમા ૪૮ કલાક વધાર્યા બાદ દોહાએ સોમવારે આ માંગોનો જવાબ આપ્યો હતો. જેમાં સાઉદી અરેબિયાની માંગણી સ્વિકારી છે.
સાઉદી અરબ, સંયુકત અરબ અમીરાત, બહરીન અને ઈજિપ્તે ઘોષણા તરીકે તેઓ કતાર માટે ૨૨ જુને જાહેર કરેલી ૧૩ માંગોની સુચિ માટે એક સમય સીમા નકકી કરી રહ્યા છે. તેમજ એક સંયુકત ભાષણમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અલ્ટીમેટમનો વિસ્તાર કરી રહ્યા હતા.
માંગોમાં રાજાશાહીનો વિરોધ કરનારા મુસ્લિમ બ્રધરહુડ (ભાઈચારો) નામના ચરમપંથી સંગઠનથી સમર્થન ખત્મ કરવા, અલ-જજીરા ન્યુઝ ચેનલ બંધ કરવા, ઈરાન સાથે સંબંધો ઓછા કરવા તેમજ તુર્કીનું સૈન્ય ખત્મ કરવા જેવી માંગોનો સમાવેશ હતો. આ માંગોને સ્વિકારવા કતારને દસ દિવસનો સમય અપાયો હતો. પરંતુ કતારે આ પહેલા જ માંગો સ્વિકારવાની મનાઈ કરી અને તમામ મામલોમાં યોગ્ય માહોલમાં વાર્તાલાપ કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા, સંયુકત અરબ અમીરાત (યુએઈ), બહરીન અને ઈજિપ્તે પાંચ જુને તમામ પ્રકારના સંબંધ તોડવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ હાલાત સામાન્ય કરવા ૨૨ જુને ૧૩ માંગોનું સુચીપત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે કતાર જીત્યું છે.
આ ઉપરાંત, આ પાંચ દેશોએ આતંકવાદના સમર્થન પર કતાર સાથે રાજકીય સંબંધો ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો અને તેની માંગો પુરી કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. જણાવી દઇએ કે, કુવૈતનું આમીરાત કતાર અને ખાડી દેશોની વચ્ચે મધ્યસ્થની ભૂમિકામાં છે.