રાજકોટ લાયન્સ સિલ્વરના પ્રેસિડેન્ટ રેશ્માબેન સોલંકી અને સેન્ટ ગાર્ગી સ્કુલના રમાબેન હેરભાના સંયુકત ઉપક્રમે રાજકોટ ઓપન ઓનલાઇન રાખડી બનાવવાથી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ રાખડી સ્પર્ધામાં ૧૦૦ સ્૫ર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ નિયમ મુજબ રાખડી બનાવતા હોઇ તેવો લાઇવ વિડિઓ અને તેના ફોટા મોકલ્યા હતા. જજની કમિટીએ સ્પર્ધકોના ૧૦૦ વિડિયો તથા ફોટાને જોઇને બેસ્ટ રાખડી બનાવનાર વિજેતાને કલા સૃજન સંસ્થાના લાયન રેશ્માબેન સોલંકી તરફથી તથા સેન્ટ ગાર્ગી સ્કુલ તરફથી સર્ટીફીકેટ તેમજ ગિફટ આપવામાં આવ્યા હતા. તેમજ ૧૦ કોનસોલેસન સ્પર્ધકને સર્ટિફીકેટ તથા પ્રાઇઝ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઓનલાઇન રાખડી પ્રોજેકટને સફળ બનાવવામાં લાયનસ કલબ સિલ્વર, સેન્ટ ગાર્ગી સ્કુલ અને અખિલ હિન્દુ મહિલા પરિષદ અઘ્યક્ષ ભાવનાબેન જોશીપુરાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
રાખડી સ્પર્ધકના જજ તરીકે લાયન રેશ્માબેન સોલંકી, લાયન સેક્રેટરી ત્રિલોચનાકોર, ટ્રેઝરર લાયન સોફિયાબેન ઠેબા, લાયન રમાબેન હેરભા, લાયન ભાવનાબેન મહેતા, તેમજ લીઓ ટીમ તથા સેન્ટ્ર ગાગીના શિક્ષકોએ જહેમત ઉઠાવી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
બાળકોએ ખુબ જ સુંદર અને કલાત્મક રાખડી બનાવી હતી જેમાં પ્રથમ નંબર દેવિકા બતુકરા, કોવિડ ૧૯ રક્ષા રાખડી બનાવી હતી. બીજા નંબર વિશાખા ભડાલિયા પેપર કિવલિંગ રાખડી, વિરલ જયસ્વાલ, ત્રીજા નંબર ઘાતક વંશીકા, મોર રાખડી, ચોથો નંબર કેતકી ગોહેલ, ભટ્ટી મહિર તથા કોન્સોલેસન ના વિજેતા રાણા હેત, દેવાંકી મહેક, શાહ સાનિયા, બાબાચી અપાર, આચાર્ય વિરાજને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ તકે મહિલા સશકિતકરણ પખવાડિયા નિમિતે લાયન રેશ્માબેન સોલંકી અને લાયન રમાબેન હેરભાએ સ્વચ્છ રાજકોટ, સ્વચ્છ ગુજરાત બનાવવા માટે બાળકોને શીખ આપી ને સ્લોગન આપવામાં આવ્યા હતા. અને સ્વચ્છતા જાળવવા જયા ત્યાં કચરો કે થુંકશું નહી તેવો સંકલ્પ કર્યો હતો.