- અંતિમ દિવસે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ગોંડલના ભાજપ અગ્રણી જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઇ), ભાજપ અગ્રણી પિયુષ રૈયાણી, શિવમ ગુગળ વાળા રણજીતભાઇ ગઢવી, અમીનેષ રૂપાણી, એન્ટી કરપ્શન બ્યુરોના એ.પી.જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી. જાડેજા, હરિવંદના કોલેજના મહેશભાઇ ચૌહાણ અને કસ્ટમ્સ અધિકારી નરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉ5સ્થિતિ
- મેગા ફાઇનલમાં ચુંનીદા ખેલૈયાઓ વચ્ચે કાંટે કી ટકકર જેવો માહોલ ભાર્ગવી પાટડીયા બની ક્વિન જયારે દીલીપ સાપરીયા બન્યો કિંગ
સૌરાષ્ટ્રના શિરમોર અર્વાચિન રાસોત્સવમાં જેની ગણના થાય છે તેવા ‘અબતક સુરભી રાસોત્સવ-2022’ માં નવમા નોરતે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ રાસવીરની પસંદગી કરવામાં જજોએ પણ ભારે મથામણ અનુભવી હતી. રાસોત્સવના અંતિમ દિવસે મહાનુભાવોની વિશેષ ઉ5સ્થિતિથી સમગ્ર આયોજનને ચાર ચાંદ લાગી ગયા હતા.
નવમાં નોરતે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ખેલૈયા જુદા જુદા ગ્રુપમાં જુદા જુદા રંગરૂપ ધારણ કર્યા હતા. ‘અબતક સુરભી રાસોત્સવ’ના મેગા ફાઇનલમાં ખેલૈયાઓને વિજેતા તરીકે પસંદ કરવામાં જજ પણ મુંઝાયા હતાં.અજમેજસની વચ્ચે જજ પ્રિન્સ અને પ્રિન્સેસ તેમજ વેલ ડ્રેસ સીનીયર, જુનીયર એવી રીતે વિજેતાને પસંદ કર્યા હતા પ્રિન્સ, પ્રિન્સેસને લાખાણે ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.‘અબતક સુરભી રાસોત્સવ’માં નવમાં નોરતે મેગા ફાઇનલ રમાયો હતો. જેમા સતત નવ દિવસ સુધી વિવિધ પ્રકારના અવનવા સ્ટેપ સાથે જજ ઉ5સ્થિત મહાનુભાવો અને દર્શકોના મન મોહી લેનારા ઉચ્ચકોટીના ખેલૈયાઓ વચ્ચે જંગ જામ્યો હતો. એકથી એક ચડીયાતી સ્ટાઇલ અને વિજેતા બનવાના અડિખમ ઉત્સાહથી ફાઇનલમાં વિજેતા નકકી કરવામાં જજ પણ થોડા મુંઝાયા હતા. એ, બી અને સી એમ ત્રણ ગ્રુપના વિજેતાઓ ચીઠ્ઠીથી નકકી કરવામાં આવ્યા હતા.
અબતક સુરભી રાસોત્સવના મેગા ફાઇનલમાં એ ગ્રુપમાં દિલીપ સાપરા (કિંગ), રૂહેન સોલંકી, ગૌતમ કોરડીયા, નીરવ વાઘેલા અને મયુર જોગેરાજીયા પ્રિંન્સ બન્યા હતા.જયારે એ ગ્રુપ ભાર્ગવી પાટડીયા (ક્વીન) મીલી ત્રિવેદી, ધારા દવે, હીતીક્ષા મકવાણા અને અમી પટેલ પ્રિંન્સેસ બની હતી. પ્રિન્સ બી ગ્રુપમાં નીરવ પીઠવા, પારસ મકવાણા, કેશવ ધરેજીયા, દીપ ખેર અને મહેલુ મકવાણાએ મેદાન માર્યું હતું.
જયારે પ્રિન્સેસ બી ગ્રુપમાં દીપાલી ચાવડા,ઉર્વશી જાદવ,ઝરણા કાપડીયા, બંસી લીંબાસીયા અને અપેક્ષા ચૌહાણ વિજેતા બની હતી.‘અબતક સુરભી રાસોત્સવ’ના આંગણે અંતિમ દિવસે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર યુવા ભાજપ અગ્રણી જયોતિરાહિત્યસિંહ જાડેજા (ગણેશભાઇ) યુવા ભાજપ અગ્રણી પિયુષભાઇ રૈયાણી, એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક એ.પી. જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી. જાડેજા, હરિવંદના કોલેજના મહેશભાઇ ચૌહાણ, તથા કસ્ટમ્સ અધિકારી નરેન્દ્રસિંહ જાડેજાની વિશેષ ઉ5સ્થિતિથી ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.‘અબતક સુરભી રાસોત્સવ’ના ખેલૈયાઓને સતત નવ નવ દિવસ સુધી જાણીતા ગાયક ફરીદાબેન મીર, આસીફભાઇ જેરિયા અને જીતુદાદભાઇ ગઢવીએ પોતાના સુમધુર કંઠે ડોલાવ્યા હતા. કાલુ ઉત્સાહ અને જીલ એન્ટરટેઇમેન્ટની ટીમે મોજ કરાવી દીધી હતી. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી નવરાત્રિની ઉજવણી થઇ શકી ન હતી. દરમિયાન બે વર્ષ ગરબે રમવાનો મોકો મળતા ખેલૈયાઓએ તેનો ભરપુર લાભ લીધો હતો. સતત નવ નવ દિવસે હોંશ અને ઉમંગ સાથે રાસ રમી વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવની ઉજવણી કરી હતી.
જીંદગી ના મિલેંગી દોબારા
‘અબતક’ પરિવારના સભ્ય અને ‘અબતક’ના ગ્રાફીક્સ ડીઝાઇનર રોહિત લાઠીયા ‘અબતક-સુરભી’ રાસોત્સવમાં મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખાસ વાત એ છે કે રોહિતનું જીવન કોઇ સામાાન્ય માણસ જેવું નથી. રોહિતની બંને કિડની ફેઇલ હોય, અઠવાડીયામાં બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે. આવી કપરી સ્થિતિ હોવા છતાં રોહિત જીંદગીને મન ભરીને માણવામાં કોઇ કચાશ રાખતા ન હોય દરેક સામાન્ય માણસે કુદરતનો આભાર માનવાની સાથે તેની પાસેથી શીખ લેવા જેવી છે.
પ્રિન્સ એ ગ્રુપ
-દિલીપ સાપરા (કિંગ)
-રૂહેન સોલંકી
-ગૌતમ કોરડીયા
-નીરવ વાઘેલા
-મયુર જોગેરાજીયા
પ્રિન્સેસ એ ગ્રુપ
-ભાર્ગવી પાટડીયા (ક્વીન)
-મીલી ત્રિવેદી
-ધારા દવે
-હીતીક્ષા મકવાણા
-અમી પટેલ
પ્રિન્સ બી ગ્રુપ
-નીરવ પીઠવા
-પારસ મકવાણા
-કેશવ ધરેજીયા
-દીપ ખેર
-મહેલુ મકવાણા
પ્રિન્સેસ બી ગ્રુપ
-દીપાલી ચાવડા
-ઉર્વશી જાદવ
-ઝરણા કાપડીયા
-બંસી લીંબાસીયા
-અપેક્ષા ચૌહાણ