મ્યુ. કમિશનર બંછાનીધી પાની દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ આપી પ્રોત્સાહિત કરાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી બનાવવાના ૧૦૧ પ્રશ્ર્નો માટે બે દિવસીય હેકેથોન-૨૦૧૭નો મારવાડી યુનિવર્સિટી ખાતે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ૨૩૮ ટીમો પૈકી શ્રેષ્ઠ ટીમો દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફટવેર સોલ્યુશનના વિજેતાઓની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઈનામ વિતરણ કરાયું હતું.
આ હેકોથોનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર ખુબ જ ઝીણાવટપવૂર્કના અભ્યાસ સાથે સોફટવેર સોલ્યુશન રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્થાને દર્શન એન્જીનિયરીંગ કોલેજની ‘ઈલેકટ્રોબ્લીઝ’ ટીમ દ્વારા વોટરમેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે ‘એલર્ટ સિસ્ટમ ફોર ડાયરેકટ પમ્પીંગ ઈન વોટર ડીસ્ટ્રીબ્યુશન’ સોફટવેર બનાવ્યો હતો જેને ૧,૨૫,૦૦૦નું ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ દ્વિતીય સ્થાને ચેન્નઈની સવિધા એન્જિનિયરીંગ કોલેજની ટીમ ‘ટેકવેન્જર્સ’ દ્વારા શાળા અને મધ્યાહન ભોજન ડિપાર્ટમેન્ટ માટે ‘મોબાઈલ બેઝડ વર્ચુલ કલાસ‚મ’ સોફટવેર બનાવ્યો હતો. જેને રૂ,૧,૦૦,૦૦૦નું ઈનામ તથા તૃતીય સ્થાને આર્મી ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પુનાની ટીમ ‘સિગ્નેચર’ દ્વારા વોટર મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ માટે વોટર લીકેજ ઈન્ડીકેશન સોફટવેર બનાવ્યો હતો. જેને ૫૦,૦૦૦ ‚ા.નું ઈનામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કોન્સોલેશન માટે પણ પ્રથમ સાત કોલેજોની ટીમને વ્યકિતગત ૨૫,૦૦૦ ફાળવવામાં આવ્યા હતા. જેમાં વીવીપી એન્જીનિયરીંગ કોલેજને ગાર્ડન ડિપાર્ટમેન્ટ માટે, આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વડોદરાને પબ્લિક યુટીલીટી માટે, આત્મીય ઈન્સ્ટીટયુટ રાજકોટને ફલડ એલર્ટ માટે, સવિથા એન્જી.કોલેજ ચેન્નઈની ટીમને સોલીડ વેસ્ટ ડમ્પીંગ આજી માટે, આર્મી ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પુનેને હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે તથા મારવાડી ગ્રુપને ડ્રેનેજ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ટીમોને ૨૦૦૦ રૂપિયા રોકડથી પુરસ્કૃત કરવામાં આવી હતી.
હેકેથોન એક અદભુત ઈવેન્ટ છે અને મેટ્રો સીટીનો ગણનામા જયારે રાજકોટ જેવા નાના સેન્ટરમાં હેકેથોન ઈવેન્ટ થાય તે એક ખૂબ ભવ્ય અને સારી બાબત છે. યુવાનો માટે આ ઈવેન્ટ ખુબ જ પ્રેરણા‚પી છે અને આવનારા દિવસોમાં પણ આવી ઈવેન્ટો ચોકકસપણે થવી જોઈએ.
હેકેથોન-૨૦૧૭ને અનુલક્ષી એટોસ કંપનીના પ્રતિનિધિ પ્રશાંત જાદવએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હેકેથોન નામક ઈવેન્ટ દેશભરમાં થવી જોઈએ. કારણકે ઈવેન્ટથી માત્ર કોઈ પણ શહેર નહીં પરંતુ વિદ્યાર્થીઓનો વિકાસ પણ થાય છે. મારવાડી કોલેજ ખાતે જે હેકેથોનનું આયોજન થયું તે સરાહનીય છે અને કાબીલે તારીફ છે. વિદ્યાર્થીઓ વિશે વિશેષ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઈવેન્ટમાં જે વિદ્યાર્થીઓએ કામ કર્યું છે. તે અકલ્પનીય છે. ભારતનું યુવાધન ખુબ જ સક્રિય છે. માત્ર યોગ્ય દિશા સુચવવાની જ‚ર છે.
આ અંતર્ગત પાર્કિંગની સમસ્યા માટે વિદ્યાર્થીઓએ સ્માર્ટ સોલ્યુશનમાં ઘરેથી જ તમે મોબાઈલ એપમાં જ પાર્કિંગની જગ્યા બુક કરી શકાશે. જેથી વ્યકિતનો સમય પણ બચશે, પેટ્રોલનો બગાડ પણ નહીં થાય તેવું કહ્યું હતું. કોઈ ટીમે જે બુક જોતી હોય તે શોધવા માટે લાયબ્રેરીમાં જવું પડે છે પરંતુ સ્માર્ટ એપ દ્વારા મોબાઈલ ફોનમાં જાણી શકાય તેવું રજુ કર્યું છે. કોઈ ટીમે કોઈ પણ સરકારી યોજના વિશે ગુગલ પર સર્ચ એક સ્માર્ટએપ બનાવી છે. જેમાં યોજનાઓની બધી માહિતી મળી જશે તેવું રજુ કર્યું હતું. દાન પ્રોપર વ્યકિત પાસે પહોંચ્યું છે કે નહી ? તેની પ્રોપર માહિતી મેળવવા મારવાડી કોલેજના જ વિદ્યાર્થીઓએ એક એપ બનાવી છે. આ રીતે વિદ્યાર્થીઓએ ઘણા બધા પ્રોજેકટો રજુ કર્યા હતા. તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ તેમા ભાગ લીધો હતો.