સૌરાષ્ટ્રની સર્વપ્રથમ ૦.૩ માઈક્રોન કિલનર આઈવીએફ લેબોરેટરી ધરાવતી વિંગ્સ હોસ્પિટલ દ્વારા દેશ-વિદેશના હજારો નિ:સંતાન દંપતિઓ ખોળાનો ખુંદનાર મેળવી ચૂકયા છે
આજે મેડીકલ સાયન્સ એક્યુ બધુ આગળ વધી ગયું છે કે કોઈપણ ઉંમરે નિ:સંતાન દંપતીઓ ખોળાનો ખુંદનાર મેળવીશકે છે. એક સમયે મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઉપલબ્ધ નિ:સંતાન દંપતીઓને માતા પિતા બનાવનારી આઈવીએફ ટ્રીટમેન્ટ હવે, રાજકોટમાં સુલમ બની છે. આઈવીએફ ટ્રીટમેન્ટને રાજકોટમાં સુલબ બનાવનારા ઈન્ફર્ટીલીટી નિષ્ણાંત તબીબોમાંએક તબીબ છે ડો. સંજય દેસાઈ વર્ષ ૨૦૧૫માં ડો. દેસાઈએ શહેરનાં રૈયારોડ પર અતિઆધુનિક સુવિધા સભર વિંગ્સ આઈવીએફ હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. આઈવીએફ ટ્રીટમેન્ટમાં લેબોરેટરીનું અતિમહત્વ હોય છે. માતા પિતાના બીજને લેબોરેટરીમા ફલન કરાવ્યાબાદ સ્ત્રીના ગર્ભંમાં મૂકવામાં આવે છે. વિંગ્સ હોસ્પિટલમાં વિશ્ર્વ કક્ષાની અત્યાધુનિક સૌરાષ્ટ્રની સર્વપ્રથમ ૦.૩ માઈકોન કિલનર લેબોરેટરી છે. જેના દ્વારા છેલ્લા સાત વર્ષ દરમ્યાન વિંગ્સ આઈવીએફમાં ૭૦૦૦થી વધુકેસોમાં જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. આઈયુઆઈમાં વારંવાર નિષ્ફળ ગયેલ ૨૦૦૦થી વધુ કેસોમાં સફળ સારવાર કરી છે.
વિંગ્સ હોસ્પિટલમાં મેળવેલી સફળતામાં ૧૫૦ કરતા વધુ કેસોમાં માતા બનવાની ઉંમર વટાવી ગયેલી મહિલાઓને પણ સંતાન પ્રાપ્ત થઈ ચૂકી છે. ડો. સંજય દેસાઈની હાઈટેક સુવિધાવાળી વિંગ્સ હોસ્પિટલનો લાભ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરનાં નિ:સંતાન દંપતીઓ મેળવે જ છે. ઉપરાંત દેશના અન્ય રાજયો તથા ઓસ્ટ્રેલીયા, સાઉદી અરેબીયા, અફઘાનિસ્તાન, ઈગ્લેન્ડ, અમેરિકા, દુબઈ, પોર્ટુગલના નિ:સંતાન દંપતીઓ પણ વિંગ્સનો લાભ મેળવી ચૂકયા છે. જેથી ડો. સંજય દેસાઈની વિંગ્સ હોસ્પિટલનું નામ વૈશ્ર્વિક સ્તરે ગુંજી રહ્યું છે. વિંગ્સ હોસ્પિટલનો આઈવીએફ ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળી ચૂકયા છે.
સૌરાષ્ટ્રભરમાં આઈવીએફ ક્ષેત્રે આગવી નામના ધરાવતા વિંગ્સ આઈવીએફનાં ડો. મિત પરસાણીયાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે ડો. સંજય દેસાઈના વિંગ્સ આઈવીએફમાં પાંચ વર્ષથી સેવા આપી રહ્યો છું અહીનું વાતાવરણ એકદમ ફેમેલીયર છે. અહી ટ્રીટમેન્ટની હાઈટેક ટેકનોલોજી છે.જેમાં માઈક્રોન લેબોરેટરી છે.જેમાં પાંચમાં દિવસનો ગર્ભ ટ્રાન્સપરન્ટ કરવામાં આવે છે. ઓછામા ઓછા પ્રયત્ને ઝડપી રીઝલ્ટ મળે તેવી તકેદારી રાખવામા આવે છે. સિમેન્ટ એનાલીસીસ તેમજ ડીએનએ ફેગ્મેન્ટેશન ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત ઓછા શુક્રાણુ વાળા દર્દીને યોગ્ય સારવાર આપે છે. સંતાન પ્રાપ્તી માટે એકઉત્તમ સારવાર આપવામા આવે છે.
વિવિધ પ્રકારાના નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. નિસંતાન દંપતિને સારવાર માટે માહિતગાર કરવા માટે કેમ્પ હોય છે. વિંગ્સ હોસ્પિટલને પોતાની સફળ સારવાર માટે ઘણા એવા એવોર્ડ પણ મળેલા છે. તેમ જણાવીને ડો. પરસાણીયાએ ઉમેર્યું હતુ કે વિંગ્સ હોસ્પિટલમાં નાની ઉંમરથી લઈ મોટી ઉંમરનાં દંપતિઓ આવતા હોય છે. તેમાં તાજેતરમાં ૫૦-૫૫ વર્ષની ઉંમરની મહિલાઓને સારવાર આપી બાળકો આપેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ હજાર જેટલા નિ:સતાન દંપતિઓની સફળતા પૂર્વક સારવાર આપવામાં આવી છે.