પાકિસ્તાનને તેમના ઘરમાં ઘૂસીને માત આપનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન શાનદાર રીતે વતન પરત ફર્યા છે. શુક્રવારે રાતે 9.20 વાગ્યે અભિનંદન વતન પરત ફર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે આપમાં હીરોને એક ખાસ રીતે સલામી આપી છે. ટીમ ઈન્ડિયાએ એક ટી-શર્ટ જાહેર કરી છે અને તેના પર વિંગ કમાન્ડર અભિનંદનનું નામ લખ્યું છે અને ટી-શર્ટનો નંબર-1 છે.

શુક્રવારે જ ભારતીય ક્રિકેટ ટીમની નવી ટી-શર્ટ લોન્ચ થઈ છે. આ ટી-શર્ટ પહેરીને જ ભારતીય ટીમ વર્લ્ડ કપ રમશે. આ દરમિયાન ભારતીય ટીમે અભિનંદનના નામની ટી-શર્ટ પણ લોન્ચ કરી છે. ટી-શર્ટનો નંબર 1 આપવામાં આવ્યો છે. આમ તેમને દરેક ખેલાડીઓમાં સૌથી ઉપરના ક્રમની પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલે કે હવે ભારતીય ટીમમાં કોઈ પણ ખેલાડીને 1 નબંરની ટી-શર્ટ આપવામાં નહીં આવે. કારણકે તે હવે અભિનંદનના નામની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.