રાજકોટ પૂર્વનાં મતદારોનો એક જ નારો : હમારા નેતા કૈસા હો, ઇન્દ્રનીલ જૈસા હો
- વોર્ડ નંબર 15માં ખોડીયાર પર વિસ્તારમાં ગગનભેદી નારા લાગ્યા
- શહેરના 68 મતવિસ્તારમાં જુદા જુદા વોર્ડમાં કોંગ્રેસનો વિદ્યુતવેગી પ્રચાર
- આ વખતે પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે- ઇન્દ્રનીલ રાજ્ગુરુનો રણટંકાર
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પ્રજાજનોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે. ગઈ કાલે વોર્ડ નંબર 15માં ખોડીયાર પરા વિસ્તારમાં યોજાયેલી જંગી જાહેરસભામાં ઇન્દ્રનીલ રાજગુરુની તરફેણમાં ગગનભેદી નારા લાગ્યા હતા. મતદારોએ હમારા નેતા કૈસા હો, ઇન્દ્રનીલ જૈસા હો તેવા નારા લગાવ્યા હતા અને વાતાવરણમાં ગર્મજોશી લાવી દીધી હતી.
આ સભાને સંબોધન કરતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, ભાજપે વિકાસના નામે લોકોને મૂરખ જ બનાવ્યા છે. જો ખરા અર્થમાં વિકાસ થયો હોત તો પ્રજા પ્રાથમિક સુવિધા મેળવવા માટે વલખા ન મારતો હોત.
તેમણે આક્રોશ સાથે કહ્યું હતું કે, 27 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો હોત તો ગુજરાતના 32 ટકા લોકો ગરીબી રેખા હેઠળ ના હોત, છેલ્લા 5-6 વર્ષમાં ગુજરાતમાં 22 જેટલા પેપર લીક થયા, બે દાયકા પહેલા ગુજરાતમાં 2 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર હતા જે આજે વધીને 40 લાખ થયા છે, પૂ. મહાત્મા ગાંધીજીની ભુમી પર ક્રાઇમ રેટ વઘી છઠ્ઠા નંબર પર પહોંચ્યો છે, તાજેતરમાં બનેલા મોરબી કાંડમાં બે કરોડના સમારકામને બદલે માત્ર બાર લાખનો ખર્ચ થયાની ભ્રષ્ટાચારની વિગતો સમુહ – માધ્યમોમાં બહાર આવી રહી છે. બીજી બાજુ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં હજુ પણ 92 બ્રિજ ખતરનાક સ્થિતિમાં છે, ભાજપ સરકારે કોરોનના આંકડાઓ છુપાવ્યા, બેરોજગારી વધાર્યા બાદ હવે ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, જનતા ત્રસ્ત અને ભાજપ સરકાર મસ્તની સ્થિતિમાં ગુજરાતની જનતા પરેશાન થઈ છે અને પરિવર્તન ઝંખી રહી છે
આ જાહેર સભામાં ઈન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસની નીતિઓ અને વચનો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અત્યારે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી આઠમી ડિસેમ્બરે જ્યારે મતગણતરી થશે ત્યારે વિરોધીઓની હવા નીકળી જવાની છે. આ વખતે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે અને ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બની રહી છે.આ જાહેરસભાને પ્રદેશ નેતા મહેશ રાજપૂત, રમેશ દયા, હીરાભાઈ પરમાર, રાજુભાઈ ચાવડીયા, નીતિનભાઈ વ્યાસ વગેરેએ પણ સંબોધી હતી. આ આગેવાનોએ પણ કહ્યું હતું કે, આ વખતે મતદારો પરિવર્તનને મત આપવાના છે અને ઇન્દ્રનીલ રાજગુરુ જંગી લીડથી વિજયી બનશે.
ઇન્દ્રનીલ રાજગુરુએ નીલકંઠ ટોકીઝ પાસે દેવપરા, શિવમ નગરમાં બાઈક રેલી, મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં ગેલમાં ડેરીની સામે જાહેરસભા, ભગવતી પરા મેઈન રોડ ઉપર યાદવ પાન સામે જાહેરસભા, દૂધ સાગર રોડ ઉપર એચ.જે. તિલ સામે સાગર ચોક પાસે જાહેર સભા, કોઠારીયા રોડ ઉપર માધવ હોલ પાસે ત્રિમૂર્તિ પાર્ટી પ્લોટમાં ગ્રુપ મીટીંગ, કુવાડવા રોડ ઉપર ન્યુ 80 ફૂટ રોડ, કાર્તિક પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં હાજરી, કોઠારીયા રોડ ઉપર ન્રીશના ચોક પાછળ નાડોદાનગરમાં સભા, રેલ નગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર નીલકંઠ પાર્કમાં ગ્રુપ મીટીંગ, દૂધ સાગર માર્ગ ઉપર હૈદરી ચોક પાસે અસિત એપાર્ટમેન્ટમાં ખોજા સમાજની સભા, ગાંધી સ્મૃતિ સોસાયટી, જસ્મીન પાન વાળી શેરી ત્રિવેણી સોસાયટી પાસે વોર્ડ નંબર 5માં ગ્રુપ મીટીંગ, રેલ નગરમાં પાણીના ટાંકા પાસે સંતોષીનગરમાં સભા, નવાગામ પોલીસ ચોકી સામે શક્તિ સોસાયટીમાં સભા, સંત કબીર રોડ ઉઓપ્ર સંજયનગર મેઈન રોડ ઉપર રાજારામ સોસાયટી શેરી નંબર 2ના ખૂણે ગ્રુપ મીટીંગ યોજાઈ હતી.