ઓખા-બેટ વચ્ચે ચાલતી પેસેન્જર બોટો બંધ: માછીમારોને સાવચેત રહેવા અનુરોધ
ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ચારેક દિવસથી ઠંડીએ જોર પકડયુંછે.તેમાં હવે તીવ્ર ગતિએ ટાઢો પવન ફુંકાતા પ્રજા સાથે પશુ-પક્ષીની હાલત કફોડી થઈ છે. તીવ્ર ગતિએ ફુંકાતા પવન અને દરીયામાં મોજાના કરંટને કારણે છેલ્લા ચાર દિવસથી ઓખા-બેટ વચ્ચે ચાલતી પેસેન્જર બોટો સવારથી બપોર સુધી બંધ કરી દેવામાં આવે છે. દરીયામાં માછીમારી કરવા જતી બોટોને પણ સાવચેત રહેવા સુચનો કરાયા છે અને કાંઠેપડેલ બોટોને સુરક્ષિત જગ્યાએ લંગારી દેવામાં આવેલ છે. ઓખા બેટ પેસેન્જર બોટો બંધ થતા યાત્રિકો અને મુસાફરોને ખુબ જ મુશ્કેલી પડી છે. યાત્રિકોને ઓખા જેટી પરથી દ્વારકાધીશના દર્શન કરી સંતોષ માન્યો હતો.સ્થાનિક લોકો અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે એકલ દોકલ બોટો ચાલુ રખાઈ હતી.