ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ખૂબ જ સંતુલિત ટીમ પસંદ કરી જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક અપાઈ છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જુલાઇમાં વનડે, ટેસ્ટ અને ટી20 સીરિઝ રમાવવા જઈ રહી છે. આ ટુર માટે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણા નવા નામ સામેલ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ખૂબ જ સંતુલિત ટીમ પસંદ કરી છે. જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી છે.
ભારતીય વિકેટકીપર સંજુ સેમસનને ફરી એકવાર વનડે ટીમમાં તક મળી છે. સાથે જ ટેસ્ટ ટીમમાં પણ ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે તો અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી રવિચંદ્રન અશ્વિનનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ચેતેશ્વર પૂજારાને બહારનો રસ્તો દેખાડ્યો છે.
ટેસ્ટ ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, આર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની
વનડે ક્રિકેટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા , શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર