બીજા ટેસ્ટમાં રોહિત અને જૈસવાલ અડધી સદી ફટકારી : વિરાટ સદીની નજીક
ભારત સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાએ 155ના સ્કોર પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કોહલીએ એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને રનની ગતિને ઝડપી રાખવાનું કામ કર્યું. જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો અને દિવસના અંત સુધીમાં બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ દિવસે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 288 રન હતો.
રોહિત શર્મા ને એસએસવી જયશવાલ આઉટ થયા બાદ વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરોએ વળતો પ્રહાર કર્યો હતો અને વિકેટો લેવામાં તેઓ સફળ નિવડ્યા હતા. ચાર વિકેટ લીધા બાદ ક્રીઝ ઉપર આવેલા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી વેસ્ટનડીઝના હુમલાને અટકાવ્યો હતો અને બીજા ટેસ્ટમાં પણ પકડ યથાવત રાખી હતી. પ્રથમ દિવસના અંતે વિરાટ કોહલી 87 રન અને રવિન્દ્ર જાડેજા 36 રન બનાવી ક્રીઝ ઉપર અણમ છે.
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધીની પોતાની 500મી આંતરરાષ્ટ્રીય મેચને બેટથી ખૂબ જ ખાસ બનાવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રિનિદાદ ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે કોહલી 87 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનિંગ સાથે તે હવે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. પૂર્વ સાઉથ આફ્રિકાના ખેલાડી જેક કાલિસ કોહલી કરતા પહેલા 5મા સ્થાને છે.