ગરૂડની ગરબીનું સત: બાળકોને ગરૂડમાં બેસાડવાથી આખુ વર્ષ તેઓ ભયમુકત રહે છે
સોરઠીયાવાડી પવનપુત્ર ગરબી નિહાળવા દરરોજ ૧૦ હજારથી વધુની મેદની ઉમટી પડે છે
રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં અર્વાચીન ગરબીના આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે શહેરની પવનપુત્ર અને ગરૂડની ગરબી અર્વાચીન ગરબીઓને પણ ટકકર મારે તેવી પ્રાચીન ગરબી છે. આપ્રાચીન ગરબીઓમાં બાળાઓને ગરબે ધુમીને માતાજીની આરાધનાકરતી નિહાળવા દરરોજ મોટી સંખ્યામાં લોકોઉમટી પડે છે.પવનપુત્ર ગરબીનાં આયોજક રઘુભાઈ ટોળીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, લોકમાન્ય સેવા મંડળ દ્વારા ૧૯૭૭માં ગરબીની સ્થાપના કરી ૧૯૯૦માં પવનપુત્ર યુવા ગ્રુપે તમામ વ્યવસ્થા સંભાળી લીધી છેલ્લા ૪૧ વર્ષથી પવનપુત્રની ગરબી નિહાળવા દરરોજ ૧૦ હજારથી વધુની જનમેદની ઉમટી પડે છે. આ વર્ષે પવનપુત્ર ગરબીમાં ૩૦ બાળાઓએભાગ લીધો છે. આ ગરબીમાં પ્રચલીત રાસ ચંડમુડ રાસ, મોગલ રાસ, કાનુડા રાસ, રાજસ્થાની રાસ, પંજાબી રાસ સહિતના છે. અને દાતાઓ દ્વારા દર વર્ષે બાળાઓને નાની લ્હાણી સહિત સોના ચાંદીની વસ્તુ પણ આપવામાં આવે છે.ગરૂડની ગરબી છેલ્લા ૧૨૦ વર્ષ જૂની અને અતિ પ્રાચીન ગરબી છે. જેમાં ગએંડનું ખાસ મહત્વ છે. ગરૂડનું સત છે કે તેમાં બાળકને બેસાડવાથી તેઓ આખુ વર્ષ ભય મૂકત રહે છે. અને આજીવન કોઈ મોટી માંદગી થતી નથી આ ઉપરાંત ગરૂડની ગરબીનો અતિ પ્રચલીત રાસ મહાકાળી રાસ છે. ગરૂડની ગરબી જોવા દૂરદૂરથી લોકો ઉમટી પડે છે.