પવનચક્કી નામ સાંભડતા જ આપણને આપનું બાળપણ યાદ આવી જાય છે. તમે એજ વિચારો છો ને કે પવનચક્કી અનેબાળપણ ને વળી શું લાગે વળગે…પણ તમને શું ખબર છે કે આપણે નાના હતા ત્યારે મમી –પાપા રમવા માટે એક પવનચક્કી લઈ આપતા હતા. અને એને એનાથી આપણે રમતા હતા. પણ શું તેજાણો છો કે આ જ પવનચક્કી કેટલી જગ્યાએ ઉપયોગમાં આવે અને તેનાથી લોકોને શું લાભથાય…?
પવનચક્કી એટલે પવનની શક્તિ દ્વારા શક્તિ અથવા ઉર્જા ઉત્પન્ન કરવાનું સાધન એવી સામાન્ય સમજ દરેકને હોય એ સ્વાભાવિક છે. આમ તો, પૃથ્વીઉપર શક્તિનો પ્રાથમિક અથવા મુખ્ય સ્ત્રોત સૂર્ય જ છે. સુર્યની શક્તિને જેટલી સીધીરીતે વાપરવામાં આવે તેટલી સ્વચ્છ ઉર્જા ગણાય કારણ કે તેનાથી પ્રદુષણ ના થાય અથવા ઓછું થાય. સુર્યની શક્તિનો ઉપયોગ કરી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ અને પાણી વાપરીગ્લુકોઝ અને ઓક્સિજનનું નિર્માણ કરે છે. આ ખુબ સરળ લાગતી પ્રક્રિયા વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થઇ શકે છે અને સૂર્ય શક્તિને રાસાયણિક શક્તિમાં ફેરવવાની પાયાની પ્રક્રિયા છે. આ રીતે ઉત્પન્ન થયેલ ગ્લુકોઝ વનસ્પતિનો ખોરાક છે અને તે શક્તિથીવનસ્પતિની તમામ દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે.
પ્રાણીઓવનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તે શક્તિનો પોતાની દેહધાર્મિક ક્રિયાઓમાંઉપયોગ કરે છે. વનસ્પતિના બચેલા ભાગો કે લાકડા બાળવાથી પણ શક્તિ અથવા ઉર્જા મળે છે.વિશ્વમાં હાલ ઉર્જા મેળવવા પેટ્રોલીયમનો ઉપયોગ થાય છે. આ પેટ્રોલીયમ પદાર્થો પણહજારો વર્ષ પહેલા જમીનમાં દટાયેલા જૈવિક પદાર્થોનું રાસાયણિક રૂપાંતર થઈને બનેલાહોય છે. જમીનમાંથી મળતો કોલસો પણ આવી રીતે જ હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે.
કુદરતની દરેક ક્રિયાઓ એક મોટા ચક્રનો ભાગ હોય છે. અને આ મોટું ચક્ર એટલે કુદરતની સમતુલા જાળવવાનું ચક્ર હવે જ્યારે માનવી પોતાની સગવડો જાળવવા કુદરતી પ્રક્રિયાઓમાં ખલેલ પહોચાડે છે ત્યારે તેના ગંભીર પરિણામો ભોગવવામાં આવે છે.
સૌર ઉર્જાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. અને લોકો અનેક રીતે આ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. સૌર ઉર્જા સરળ હોવાની સાથે સાથે સ્વચ્છ ઉર્જા પણ છે. આના ઉપયોગ થી પ્રદૂષણ થતું નથી અને ઉર્જા સરળતાથી મળી રહે છે.
આધુનિક પવન ચક્કી મોટા પ્રમાણમા ઉર્જા ઉત્પન કરવાની ક્ષમતા ધરાવે છે. દુનિયામાં અનેક જગ્યાએ આ પવનચક્કી દ્વારા ઉર્જા ઉત્પન કરવામાં આવે છે. આ ઉપરાંત અમુક ગામડાઓ, ખુલ્લી જગ્યાઓ અને પહાડી વિસ્તારમાં આ પવનચક્કી લગાડવામાં આવે છે. પવનચક્કી માટે વિશાળ જગ્યામાં વિન્ડો ફાર્મ લગાવવામાં આવે છે અને આની આજુ બાજુ મોટા પ્રમાણમાં પવનચક્કી ગોઠવીને ઉર્જા ઉત્પન કરવામાં આવે છે.
ગુજરાત અને ભારત નાં અનેક રાજયોના ખાસ કરીને દરિયા કિનારે વિશાળ કદની પવનચક્કી લગાવવામાં આવે છે અને તેના દ્વારા ઉર્જા ઉત્પન કરવામાં આવે છે. પવનચક્કી એ પોતાનામાં આખું ઉર્જા ઉત્પાદન એકમ સમાવતી વ્યવસ્થા હોવાથી દુરના પ્રદેશો કે જ્યાં વીજળીના તાર ખેંચીને ઉર્જા પહોચાડવી મુશ્કેલ તેમજ ખર્ચાળ હોય ત્યાં પવન ઉર્જા અનુકુળ છે. પવન ઉર્જાના ઉત્પાદનમાં પણ પવનની ગતિ, દિશા અને વર્ષ દરમિયાન તેની પ્રાપ્યતા જેવા પરિબળો અસર કરે છે જેથી દરેક સ્થળે અને સમયે તેનો ઉપયોગ થઇ શકે તેવું પણ નથી
પવનચક્કી આમ તો ખુબ સરળ રચના છે જેમાં ઊંચા થાંભલા ઉપર મોટા કદના પાંખીયા ગોઠવવામાં આવે છે જેનું જોડાણ નીચે રાખેલા જનરેટર સાથે હોય છે અને પવનથી પાંખીયા ફરવાથી નીચેનું જનરેટર ફરે છે જેથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. કુવામાંથી પાણી મેળવવા કે દળવાની ઘંટી ચલાવવા જેવા સરળ કામો માટે જનરેટરની જગ્યાએ પંપસેટ અથવા ચક્કીને સીધીરીતે ઉપરના પાંખીયા સાથે જોડી વધુ સરળ રચના પણ બનાવાય છે.
આધુનિક પવનચક્કી વધુ જટિલ રચના ધરાવે છે. જેમાં વર્ષ દરમિયાન પવનની ગતિ અને દિશા જેવા પરિબળોની ગણતરી કરી પાખીયાની ડીઝાઇન અને માપ તેમજ ઉંચાઈ નક્કી કરવામાં આવે છે. ઉત્પાદિત વીજળી પણ સીધી ગ્રીડ સાથે જોડીને વીજળીનું વિતરણ કરાય છે. હવે તો પવન ઉર્જા, સૂર્ય ઉર્જા તથા જ્યાં શક્ય હોય ત્યાં સમુદ્રી મોજાની ઉર્જા એમ વિવિધ પ્રકારની ઉર્જાનું સયુક્ત ઉત્પાદ કરતા એકમો પણ સ્થપાયા છે.
નાના પાયે ઘર-વપરાશ માટે પવન ઉર્જા ઉત્પાદિત કરતા યંત્રો પણ કેટલાક દેશોમાં મળે છે. જે થોડા પ્રમાણમાં વીજળી ઉતાદન કરી નાની જરૂરિયાત સંતોષે અને તેનો રખરખાવ સરળતાથી થાય. વીજળી ઉત્પાદનમાં પવન ઉર્જાનો ઉપયોગ હજુ ઓછો છે અને ધીમે ધીમે વધી રહ્યો છે. જો કે આ વિકલ્પ સરળ અને સ્વચ્છ ઉર્જા આપતો હોવાથી તેનો મહત્તમ પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આમ, પવનચક્કી થી અનેક રીતે ઉર્જાઉત્પન થાય છે અને તેનો યોગ્યજગ્યાએ સ્ટોર કરીને લોકોને વીજળી આપવામાં આવે છે.