નોવાક જોકોવીચે રોજર ફેડરરને હરાવી પાંચમું વિમ્બલડન ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ટાઈટલનો મેઈન્સ ફાઈનલ નોવાક જોકોવીચ અને રોજર ફેડરર વચ્ચે રમાયો હતો. વિગતવાર વાત કરવામાં આવે તો વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમનો આ પ્રથમ એવો ફાઈનલ મેચ બન્યો હતો કે જે આશરે ૫ કલાક સુધી લાંબો ચાલ્યો હતો. જેમાં નોવાક જોકોવીચે રોજર ફેડરરને હરાવી પાંચમો વિમ્બલ્ડન ટાઈટલ પોતાનાં નામે અંકે કર્યો હતો. જોકોવીચે ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬ અને ૧૩-૧૨થી હરાવ્યો હતો. ફાઈનલ ગ્રાન્ડ સ્લેમ ૪ કલાક અને ૫૭ મિનિટ સુધી લાંબો ચાલ્યો હતો જે વિમ્બલ્ડન ફાઈનલ સૌથી લાંબો હોવાનું પણ સામે આવ્યું હતું.
૭૧ વર્ષ બાદ જોકોવીચ પ્રથમ એવો ખેલાડી બન્યો છે કે જે મેચ પોઇન્ટ ડાઉન હોવાથી જીત્યો હોય. હાલ તે જોન બોર્ગની સમકક્ષ પહોંચી ગયો છે કે જેને વિમ્બલ્ડન ખિતાબ પોતાનાં નામે કર્યો હોય. જોકોવીચે જણાવતાં કહ્યું હતું કે, ફેડરર સામેનો મેચ અતિ રોમાંચક બની રહ્યો હતો કે જેમની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ મેચ બન્યો હતો. વિશ્ર્વકપની સાથોસાથ લંડનમાં પણ વિમ્બલ્ડન ટાઈટલ રમાવવામાં આવ્યો હતો ત્યારે જોકોવીચે ફેડરરને હરાવી પાંચમી વખત ગ્રાન્ડ સ્લેમ પોતાનાં નામે કર્યો હતો.
ફાઈનલની જયારે વાત કરવામાં આવે તો તે પહેલા રોજર ફેડરર અને રફેલ નડાલ ૧૧ વખત સામસામે આવ્યા હતા. અગાઉ ૨૦૦૮માં ફાઈનલમાં નડાલે ફેડરરને હરાવી વિમ્બલ્ડન એવોર્ડ જીત્યો હતો તે ફાઈનલનો મુકાબલો પણ ૪ ટકા અને ૪૮ મિનિટ જેટલો ચાલ્યો હતો ત્યારે ૨૦૧૯ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ નોવાક જોકોવીચે મેચ શરૂ થતાની સાથે જ રોજર ફેડરર ઉપર હાવી થયો હતો જેનાં કારણે આશરે ૫ કલાક ચાલેલા મેચમાં જોકોવીચનો વિજય થયો હતો.