સમય બદલાય ગયો છે હવે સ્ત્રીઓને આગળ વધારવામાં પતિનો સહયોગ પણ સફળતાની ઉંચાઇએ પહોંચાડે છે
એસ્સાર કંપની ન્યારાના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે શ્વેતા મુંજાલ તેની નવી ભૂમિકામાં ન્યારા એનર્જીની પ્રતિષ્ઠાને મજબુત બનાવવા માટે નેતૃત્વ કરી રહ્યા છે. એસ્સાર કંપની જે હવે ન્યારા એનર્જી તરીકે પ્રસ્થાપિત થઈ છે.
ન્યારા એનર્જીનાં વાઈસ પ્રેસીડેન્ટ શ્વેતા મુંજાલ આજે ખાસ ‘અબતક’ના મહેમાન બન્યા હતા. ૩૯ વર્ષિય શ્વેતા મુંજાલે આજે તેણે ખેડેલી સફળ કારકિર્દી ‘અબતક’ સમક્ષ વર્ણવી હતી. ઉપરાંત સૌ પ્રથમ ફેમીલીને ઈમ્પોટન્ટ ગણી કોર્પોરેટ ક્ષેત્રની વાતચીત કરી હતી. આટલી સફળ કારકીર્દીનું રહસ્ય શું ? તે પ્રશ્ર્નનો જવાબ આપતા શ્વેતા મુંજાલે જણાવ્યું હતુ કે જે મહેનત કરે છે તે ચોકકસ આગળ વધે છે. દરેકે મહેનત કરવી જ જોઈએ. તેણીને સૌથી વધુ તેના માતાપિતાનો સપોર્ટ મળ્યો હોવાનું જણાવ્યું હતુ. રાજધાની દિલ્હીમાં જન્મેલા અને મૂળ પંજાબનાં શ્વેતા મુંજાલ હાલ છેલ્લા આઠ વર્ષથી બોમ્બે શિફટ થયા છે.
શ્વેતા મુંજાલે આટલી સફળ કારકીર્દી માટે એજયુકેશન લેવલ જણાવતા કહ્યું હતુ કે તેણીએ પ્રથમ ઈકોનોમીકસમાં બેચરલ અને એમબીએ કર્યું છે. તેણીએ વિદેશમાં પણ સારી ઓપોચ્યુનીટી સાથે વર્ક કર્યું છે અને લોકેશન પણ ચેન્જ કર્યું હતુ.
ફેમીલી અને કંપનીમાં જોબ વચ્ચે કઈ રીતે બેલેન્સ જાળવો છો? તેના પ્રત્યુતરમાં તેણીએ જણાવ્યું હતુ કે મારા માટે સૌથી વધુ પરિવાર મહત્વનો છે આથી જ અમે ફોરેનથી અહીં શિફટ થયા.
તેણીને ૧૨ વર્ષનો દિકરો પણ છે. તેની કાળજીમાં અમે કોઈ કચાશ રાખી નથી જયારે ઓફિસથી ઘરે જઈ ત્યારે માઈન્ડ બનાવી લેવો પડે છે. કે હવે પરિવાર માટે ડયુટી નિભાવવાની છે. આપણુ બાળક પણ આપણને સમજે તે જરૂરી છે. વધુમાં ઉમેર્યું હતુ કે જયાં સુધી સંતાન આપણી સાથે છે. ત્યાં સુધી આપણે હંમેશા તેની નજીક રહેવું પડે છે. જયારે મારા સનની પેરેન્ટ્સ મીટીંગ હોય ત્યારે ત્યાં પણ સમય કાઢી અચુક તમામ નોંધ લઉ છું કંપની સ્ટાફ પણ એકબીજા માટે હંમેશા સપોર્ટેબલ રહે છે.
ન્યુ કંપની જોઈન કરવામાં કયા પેરામીટર ધ્યાને લ્યો છો ? તેના જવાબમાં શ્વેતા મુંજાલે કહ્યું હતુ કે કંપનીનું એન્વાયરમેન્ટ સૌથી વધુ ઈમ્પોટન્ટ છે. ત્યારબાદ લોકોનો સહકાર સાથે સાથે ટ્રાવેલ ટાઈમ પણ એટલી જ મહત્વતા ધરાવે છે.
એક સફળ કોર્પોરેટ કંપનીમાં આટલી ઉંચી સફળતા મેળવ્યા બાદ હજુ કયા લેવલે જવાની ઈચ્છા ધરાવો છો? તેના જવાબમાં તેણીએ જણાવ્યું હતુ કે મેં હજુ સુધી કયા ટાઈટલ પર જવું તે ડીસાઈડ કર્યુ જ નથી. આપણે જે કરીએ છીએ તે આપણા સેટીસફેકશન માટે કરીએ છીએ ન્યારા એનર્જીમાં જોડાતા પહેલા શ્વેતા મુંજાલે વિદેશમાં પણ કોર્પોરેટ કમ્યુનિકેશન વિભાગનું નેતૃત્વ કર્યું છે.