સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમ્સન સતત પોતાની ટીમ માટે રન બનાવી રહ્યો છે અને આઇપીએલની ૪૬મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેણે વર્તમાન આઇપીએલની સાતમી અર્ધસદી ફટકારી દીધી. એકમાત્ર વિદેશી કેપ્ટન એવો વિલિયમ્સન એકલો જ સાત ભારતીય કેપ્ટન પર ભારે પડી રહ્યો છે અને ઘણા મામલામાં એ ભારતીય કેપ્ટન કરતાં આગળ છે.
કેન વિલિયમ્સન આઇપીએલમાં રમાયેલી અત્યાર સુધીની મેચમાં રન બનાવવાના મામલે અન્ય કેપ્ટનો કરતાં આગળ છે. તેણે ચેન્નઈ સામે આઇપીએલની વર્તમાન સિઝનની ૧૨મી મેચ રમી અને તેના નામ પર હાલ ૫૪૪ રન નોંધાઈ ચૂક્યા છે. આઇપીએલના અન્ય કેપ્ટનોના રનની વાત કરવામાં આવે તો બીજા નંબર પર બેંગલુરુના કેપ્ટન વિરાટનું નામ આવે છે, જેણે ૪૬૬ રન બનાવ્યા છે.
આઇપીએલના આઠ કેપ્ટનોએ અત્યાર સુધીમાં કુલ આટલા રન બનાવ્યા છે કેન વિલિયમ્સને વર્તમાન આઇપીએલમાં અત્યાર સુધીમાં પોતે રમેલી ૧૨ મેચમાં સાત અર્ધસદી ફટકારી છે. જોકે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૮૪ રન છે અને તે હજુ સુધી સદી ફટકારી શક્યો નથી. વિલિયમ્સને ૬૦.૪૪ની સરેરાશથી ૫૪૪ રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૩૪.૯૮નો રહ્યો છે. આ આઇપીએલમાં કેન બાદ સૌથી વધુ અર્ધસદી લોકેશ રાહુલ અને જોસ બટલરે ફટકારી છે, જેમના નામે પાંચ-પાંચ અર્ધસદી નોંધાઈ છે.
આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ અર્ધસદી ફટકારવાનો રેકોર્ડ સનરાઇઝર્સના જ ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરના નામ પર છે. વોર્નરે ૨૦૧૬માં નવ અર્ધસદી ફટકારી હતી.વિલિયમ્સનની ટીમ ભલે ચેન્નઈ સામે પોતાની ૧૨મી મેચ હારી ગઈ હોય, પરંતુ આ ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં ૧૮ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. વિલિયમ્સનની શાનદાર કેપ્ટનશિપમાં હૈદરાબાદે ૧૨માંથી નવ મેચ જીતી લઈને પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
એમ એસ ધોની (ચેન્નઈ) ૧૨ મેચમાં ૪૧૩ રન.
દિનેશ કાર્તિક (કોલકાતા) ૧૨ મેચમાં ૩૭૧ રન.
શ્રેયસ ઐયર (દિલ્હી) ૧૨ મેચમાં ૩૮૬ રન.
રોહિત શર્મા (મુંબઈ) ૧૩મેચમાં ૨૭૩ રન.
વિરાટ કોહલી (બેંગલુરુ) ૧૨ મેચમાં ૫૧૪ રન.
આર. અશ્વિન (પંજાબ) ૧૧ મેચમાં ૧૦૨ રન.
અજિંક્ય રહાણે (રાજસ્થાન) ૧૨ મેચમાં ૨૮૦ રન.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com