કોંગ્રેસના ઉમેદવાર દીપકભાઇ વેકરીયાએ પણ ઉમેદવારી પત્ર ભર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ગયા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પોતાના મુરતિયાઓ મેદાને મૂકી મૂક્યા છે ખાસ કરીને રાજકોટ જિલ્લાની જેતપુર જામકંડોરણા વિધાનસભા કે પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતી વેળા ટેકેદારો અને કાર્યકરોના ટોળા ઉમટ્યા હોય પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત દાખવવામાં આવ્યો હતો.
જેતપુર-જામકંડોરણા 74 બેઠકના ભાજપના ઉમેવાર જયેશ રાદડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલા જેતપુરના રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે જંગી સભા યોજી હતી ત્યાર બાદ ભવ્ય સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે રેલી યોજી વીરપુર જલારામ બાપાના તેમજ ખોડલધામ માતાજીના દર્શન કર્યા હતા. ખોડલના દર્શન કરીને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જયેશ રાદડિયાએ 50000 કરતા પણ વધુ બહુમતિથી જીતવાનો દાવો કર્યો હતો.
ઉમેદવારી નોંધાવતા સમયે જયેશ રાદડિયાની સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર તથા સંગઠનના આગેવાનો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બીજી બાજુ કોંગ્રસના ઉમેદવાર દીપકભાઈ વેકરીયાએ તેનાં ટેકેદારો અને કાર્યકરો સાથે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભયુર્ં હતું.