ગત વર્ષે રાજ્યમાં 95 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું, જે ચાલુ વર્ષે માવઠાંને કારણે 75 લાખ થઇ જશે તેવું અનુમાન
હાલ ગાંસડીઓના ભાવ 75 હજાર મળી રહ્યા છે, જે આવતા દિવસોમાં 80 હજારને પાર પહોંચે તેવી શક્યતા
વર્ષ-2011-12માં 1.47 કરોડ ગાંસડીઓનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું હતું
અબતક-રાજકોટ
દિવાળી બાદ કપાસની સીઝન શરૂ થઇ ત્યારે ખેડૂતો બુમો પાડીને કહેતા હતાં કે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું છે કારણ કે ચોમાસાની સિઝન બાદ શિયાળાનો પ્રારંભ થતાં ચાલુ વર્ર્ષેે 4 થી 5 વાર માવઠાંની દહેશતને કારણે કપાસના ઉતારાને તળીયે લઇ ગયું છે. જેથી હવે વ્હાઇટ ગોલ્ડ વધુ કિંમતી થઇ જશે. ગત વર્ષે રાજ્યમાં કપાસ ઉત્પાદન એટલે કે કુલ 95 લાખ જેટલી ગાંસળીઓ ઠલવાઇ હતી. જે આ વર્ષે ઘટીને 75 લાખ થાય તેવો વર્તારો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે તે વાત નક્કી છે. પણ એક ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અત્યારે બજારમાં સારી ક્વોલીટીનો કપાસ મળતો નથી પણ મધ્યમ અને હલકી ક્વોલીટીનો કપાસ જોઇએ તેટલો મળે છે. આવો કપાસ જીનોને લેવો નથી. ચાલુ વર્ષે વાતાવરણના પલ્ટાએ અનેક જગ્યાએ દહેશત ફેલાઇ છે. જો કે, 4 થી 5 વાર આવેલા માવઠાંને કારણે ફલ ખરી ગયો હોય ફરી માવઠાં આવતા તેની તે સ્થિતિ ઉભી થાય છે. જેથી આ વર્ષે 20 લાખ ગાંસળીઓને ગત વર્ષ કરતા ઓછી આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ 2011-12માં રાજ્યમાં 1.47 કરોડ ગાંસળીઓનું ઉત્પાદન થયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન છે. આ ઉપરાંત વાત કરીએ તો વર્ષ-2018-19માં 1.5 કરોડ તેમજ વર્ષ 2019-20માં 1.20 લાખ ગાંસળીઓનું ઉત્પાદન થયું હતું. વર્ષ 2020-21માં 95 લાખ ગાંસળીઓ જ્યારે ચાલુ વર્ષે તે ઘટીને હવે 75 લાખે પહોંચે તેવું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં 20 કિલો કપાસના ભાવ 2,000 રૂપિયા મળે છે જ્યારે એક ગાંસળીના ભાવની કિંમત 75,000 જેટલી છે. હવે આ વર્ષે ઉત્પાદન ઓછું થતાં વ્હાઇટ ગોલ્ડ વધુ કિંમતી થઇ જશે અને ગાંસળીઓનું ભાવ 80 થી 85 હજાર રૂપિયા જેટલો થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
તંવગર ખેડૂતો પણ ઘણીવાર કપાસની ગાંસળીઓ સાચવીને રાખતા હોય છે જેને લઇ વર્ષના અંતે કપાસના ભાવમાં પણ ચોક્કસથી વધારો થશે.
1 ઓક્ટોબર-2021થી શરૂ થયેલી વર્તમાન રૂ મૌસમ માટેના પોતાના અંદાજમાં કોટન એસોસિએશન ઇન્ડિયાએ ઘટાડો કર્યો છે. 170 કિલોની એક એવી 360.13 લાખ ગાંસળીનો જે અગાઉ અંદાજો મુકાયો હતો. તેમાં 12 લાખ ગાંસળીનો ઘટાડો કરીને હવે 348.13 લાખ ગાંસળી કરાઇ હોવાનું એસોસિએશન વતી જાણવા મળી રહ્યું છે.
ગત ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં કપાસનો કુલ પૂરવઠો 218.52 લાખ ગાંસળી રહ્યાનો અંદાજ છે. જેમાં 140.52 લાખ ગાંસળીની આવકનો સમાવેશ થતો હતો. 3 લાખ ગાંસળી આયાત તથા 75 લાખ ગાંસળી ઓપનિંગ સ્ટોક્સ રહ્યો હતો.
વર્તમાન રૂના મૌસમમાં રૂ નો વપરાશ અંદાજ 10 લાખ ગાંસળી વધારીને 345 લાખ ગાંસળી મુકાયા હોવાના અંદાજ છે.
અગાઉ વપરાશનો અંદાજ 335 લાખ ગાંસળી મુકાયો હતો અને ગત વર્ષે કપાસનું ઉત્પાદન 3.85 લાખ ગાંસળીઓનું થયું હતું. આ વર્ષે તે ઘટીને 3 લાખ જેટલી થાય તેવો વર્તારો છે જેને લઇને વ્હાઇટ ગોલ્ડની વધુ કિંમત થઇ જશે. તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.