છેલ્લા કેટલાક સમયથી દેશમાં નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમોને લઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સરકાર વચ્ચે તકરાર શરૂ થઇ છે. જેમાં ભારત સરકારે કહ્યું કે જો નવા નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ નવા નિયમ સામે ફેસબૂક, ગૂગલે સહમતી દર્શાવી દીધી છે પરંતુ વોટ્સએપે વાંધો ઉઠાવ્યો છે. નવા નિયમો સામે વોટ્સએપે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
અબ આયા ઉંટ પહાડ કે નીચે… સરકારે લાલ આંખ કરતા ફેસબુક, ગુગલ ઝુકયું !!
વોટ્સએરપ દ્વારા ભારત સરકારના નવા આઇટી નિયમોની વિરુદ્ધમાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજી અંગે વોટ્સએપના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે મેસેજિંગ એપને ચેટના આ પ્રકારના ટ્રેસ રાખવાનું એક પ્રકારે યૂઝર્સના મેસેજ પર નજર રાખવા જેવું હશે. નવા નિયમને કારણે યૂઝર્સની પ્રાઇવેસી પર અસર કરશે. ખાસ કરીને ‘એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન’ એટલે કે બે વ્યક્તિ વચ્ચે થયેલા મેસેજની આપલે પર તેની ખાસ અસર પહોંચી શકે છે. જો કે સરકાર દ્વારા કાયદાકીય રીતે માગવામાં આવેલા ડેટાને જરૂરથી શેર કરીશું.
બાકી હતું તો હવે સોશ્યલ મીડિયાને લઇ રાજકારણ ગરમાયું… ટ્વિટર સમક્ષ કોંગ્રેસે કરી કઈક આવી માંગ
શું છે ભારત સરકારનો નવો નિયમ ?
ભારત સરકારે જાહેર કરેલા નવા આઇટી નિયમો પ્રમાણે વોટ્સએપ અને તેના જેવી કંપનીઓને પોતાની મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલા મેસેજના ઓરિજિન એટલે કે જ્યાંથી સૌથી પહેલા સંદેશ મોકલવામાં આવ્યો, તેના વિશે માહિતી રાખવાની રહેશે. આ નિયમની વિરુદ્ધ કંપનીએ 25 મેના રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.