અબતક, મુંબઇ
ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહ્યો છે પરંતુ વાનખેડે સ્ટેડિયમ અને મુંબઈ માં ગત બે દિવસથી કમોસમી વરસાદના કારણે ગ્રાઉન્ડ ભીનું હોવાથી ટેસ્ટ મેચ મોડો શરૂ થશે અને છેલ્લી માહિતી મુજબ તો સવારના સાડા અગિયાર વાગ્યે થાય અને મેચ બાર વાગ્યે શરૂ થાય તેવી સ્થિતી હાલ નિર્મિત થઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે વાનખેડે ની વિકેટ ભારતીય બેટ્સમેનોની ખરા અર્થમાં કસોટી કરશે તો નવાઈ નહીં.
ટીમ માટે ચિંતાનો વિષય એ પણ છે કે મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત થતાં શું જડેશ્વર પૂજારા સાથે કરાવાય કે કેમ તે અંગેનો નિર્ણય ટીમ મેનેજમેન્ટ માટે લેવો ખૂબ જ કપરો છે. વાનખેડે ની વિકેટ પર બેટ્સમેનોને ઓચિંતા બાઉન્સર બોલ નો પણ સામનો કરવો પડશે અને આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે બપોરના સાડા ત્રણ વાગ્યા બાદ દરિયાઇ પવન ફૂંકાતા ક્રિકેટ ઉપર ભેજનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે જેના કારણે બોલરોને જે સિંગ મળવી જોઈએ તે યોગ્ય રીતે મળી શકે છે.
સતત બે દિવસથી વરસાદ પડતા ટોસ 11:30એ થાય તેવી શક્યતા
ક્રિકેટ ઉપર ભેજનું પ્રમાણ વધુ હોવાથી દરેક ન જોવા મળતાં સ્પિનરોને કોઈપણ પ્રકારનો લાભ મળી શકે નહીં ત્યારે ભારતીય ખેલાડીઓ માં વધુ એક ફાસ્ટ બોલર નો સમાવેશ થાય તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારતીય બેટ્સમેનો માટે કસોટી નું સૌથી મોટું કારણ એ છે કે ક્યાં બેટમેન ને રમાડવા અને કયા બેટ્સમેનને બેસાડવો એ ચિંતાનો વિષય છે કારણકે ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પણ સમાવેશ થયો છે ત્યારે ઓપનિંગ ની સાથે ત્રીજા ક્રમ પર કયા બે ટ્રીટમેન્ટ રમશે તે નિર્ણય લેવો એટલો જ જરૂરી છે જેથી એ વાત સ્પષ્ટ છે કે ન્યૂઝીલેન્ડ સામેનો આ બીજો ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક જોવા મળશે અને ભારતીય બેટ્સમેનોની આકરી કસોટી થશે.