પર્થ ખાતેની ફાસ્ટ વિકેટ ઉપર ભારતનાફાસ્ટ બોલરોનું રહેશે ઉત્કૃષ્ટ પ્રદર્શન
૧૪મી ડિસેમ્બરથી ભારત સામેની બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે ત્યારે પહેલી ટેસ્ટથી જ વિરાટ અને ભારતીય ટીમે પર્થ ખાતે યોજાનારીટે સ્ટ માટેની તૈયારી કરી લીધી છે. એડિલેડમાં સ્લો પીચ છતાં ભારતીય બોલરોએ સારોપરીશ્રમ કરતાં ‘વિજય રથ’ને આગળ વધાર્યો હતો ત્યારે હવે પર્થમાં યોજાનારી ટેસ્ટમાં રંગ રાખવા વિરાટસેનાએ પરી પકવતા સાથે બોલરોને તૈયાર કર્યા છે. ભારતે પહેલી ટેસ્ટથી જ પર્થની શ્રેણી અંગેની પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી.
ભારત સામેની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કોચ લેંગરને આશા છે કે, પર્થની પીચ કે જે ફાસ્ટ બોલરોને ફાવટ આપશે તેના ઉપર ઓસ્ટ્રેલિયન બોલરો જોરદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી શકશે અને ઓસ્ટ્રેલિયા શ્રેણી સરભર કરી શકશે. એડિલેડ ટેસ્ટમાં ભારતે વિજય સાથે પ્રારંભકર્યો હતો. પર્થના સ્ટેડિયમનું નવર્નિમાણ કરાયું છે.
તેની પીચ અગાઉ જેવી જ બાઉન્સીઅને ફાસ્ટ રહેશે માટે પીચ ઉપર પકકડ બેસાડી રાખવા માટે બંને ટીમના ખેલાડીઓએ તૈયારીકરી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના કોચ લેંગરને આશા છે કે પર્થની પીચ ઉપર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહેશે. પર્થમાં અગાઉના વર્ષો જેવી ફાસ્ટ બોલરો માટે સ્વર્ગ સમાનરહેલી પીચને આધુનિક ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી છે જેનો લાભ ભારત લઈ શકશેકે ઓસ્ટ્રેલિયા. હાલ તો બંને ટીમોને આશા છે કે તેઓ બીજી ટેસ્ટમાં જીત હાંસલ કરશે પરંતુ કયાંક ભારતના બોલરોએ પહેલી ટેસ્ટથી જ આગામી ટેસ્ટ માટેની તૈયારીઓ કરી રાખી છે.