ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી ટી 20 સિરીઝ શરૂ થવાની છે. આ શ્રેણી માટે ટીમની પસંદગી કરતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાત કરી શકે છે. આઇપીએલ દરમિયાન પસંદગીકારો 30 ખેલાડીઓ પર નજર રાખશે અને આ ખેલાડીઓને જ વર્લ્ડ કપ ટીમ માટે પસંદ કરવામાં આવશે. અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલી જૂનમાં વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે. જેના કારણે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મુશ્કેલીઓ વધી ગઈ છે. અફઘાનિસ્તાન સામે ટી20 માટે ટીમની પસંદગી કરતા પહેલા પસંદગી સમિતિ સ્પષ્ટ કરવા માંગે છે કે શું રોહિત-વિરાટ તેમની યોજનામાં છે કે નહીં. રોહિત અને કોહલી બંનેએ નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામેની ટી 20 વર્લ્ડ કપ સેમિફાઈનલ બાદ ભારત માટે એક પણ ટી20 મેચ રમી નથી.
આઇપીએલ દરમિયાન પસંદગીકારો 30 ખેલાડીઓ પર નજર રાખશે અને આ ખેલાડીઓને જ વર્લ્ડ કપ ટીમ માટે પસંદ કરવામાં આવશે
ભારતના બે રાષ્ટ્રીય પસંદગીકારો, શિવ સુંદર દાસ અને સલીલ અંકોલા દક્ષિણ આફ્રિકામાં છે અને અજીત અગરકર પણ ન્યૂલેન્ડ્સમાં બીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે હશે. એવું માનવામાં આવે છે કે ભારતીય પસંદગીકારો અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત કરતા પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તેમજ ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે વાત કરશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતમાં આઈપીએલનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટી20ના 30 શ્રેષ્ઠ ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે. આ ખેલાડીઓમાંથી વર્લ્ડ કપની ટીમ પસંદ કરવામાં આવશે. તે જોવાનું રહે છે કે પસંદગીકારો 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થનારી ટી20 શ્રેણી માટે રોહિત અને કોહલી બંનેને પસંદ કરે છે કે પછી આઇપીએલ દરમિયાન તેમના ફોર્મ અને ફિટનેસનું સીધું પરીક્ષણ કરે છે.
રોહિત-વિરાટે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ટી20 વર્લ્ડ કપનો ભાગ બનવા માંગે છે. 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં એ નિશ્ચિત છે કે જો રોહિત અને વિરાટની પસંદગી કરવામાં આવે તો પણ તેઓ બેથી વધુ મેચ નહીં રમે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, “સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. તમને અફઘાનિસ્તાન શ્રેણીમાંથી કંઈપણ ખબર નહીં પડે. આઈપીએલના પ્રથમ મહિનાના આધારે બધું નક્કી કરવામાં આવશે.