ઇઝરાયેલ- હમાસના યુદ્ધને કારણે હવે ઇઝરાયેલના અમેરિકા સાથે સંબંધો વણસી રહ્યા છે. અગાઉ ઇઝરાયેલની કાર્યવાહીમાં સાથ આપનાર અમેરિકા હવે યુદ્ધવિરામની સતત હિમાયત કરી રહ્યું છે. પણ ઇઝરાયેલ યુદ્ધવિરામના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા જગત જમાદાર હોય પોતાની વાતને ગંભીરતાથી ન લઈ રહેલા ઇઝરાયેલથી પૂરેપૂરું નારાજ થયું છે.
અમેરિકાએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની હિમાયત કરી હતી. આ દરમિયાન ઈઝરાયલના રક્ષા મંત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે અને વ્હાઇટ હાઉસને કહ્યું છે કે આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલશે. માહિતી આપતા વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું કે તેલ અવીવની તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ઇઝરાયેલ સાથે ગાઝા વિરુદ્ધ યુદ્ધની તીવ્રતા ઘટાડવા અંગે ચર્ચા કરી.
વાસ્તવમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ મુદ્દાને લઈને છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે અણબનાવ વધી ગયો છે. જ્હોન કિર્બીએ કહ્યું, “મને લાગે છે કે આપણે બધા ઇચ્છીએ છીએ કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય. તેમણે કહ્યું કે જો હમાસ યુદ્ધમાંથી પીછેહઠ કરે તો આજે યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, પરંતુ અત્યારે તેની શક્યતા જણાતી નથી.”
કિર્બીએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલ પર શરતોનું નિર્દેશન નથી કરી રહ્યું, પરંતુ ઇઝરાયેલની મુલાકાત દરમિયાન સુલિવને ઇઝરાયલના અધિકારીઓને પેલેસ્ટિનિયનો સામે ઇઝરાયેલના હુમલાઓ અંગે કડક પ્રશ્નો પૂછ્યા હતા.દરમિયાન, ઇઝરાયેલના આંકડા અનુસાર, આ યુદ્ધમાં તેના 1,200 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર, ગાઝામાં 18,400 થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે ગાઝાના 24 લાખ લોકોમાંથી 19 લાખ લોકો યુદ્ધને કારણે વિસ્થાપિત થયા છે.
વોશિંગ્ટને ઇઝરાયલના પોતાનો બચાવ કરવાના અધિકારને ભારપૂર્વક સમર્થન આપ્યું હતું, પરંતુ એ પણ ભાર મૂક્યો હતો કે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં વધતા જતા નાગરિક હુમલાઓએ નજીકના સાથી દેશો વચ્ચેની તિરાડને વધારી દીધી છે. “હું ઇચ્છું છું કે તેઓ નાગરિકોના જીવનને કેવી રીતે બચાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરે, માત્ર હમાસની પાછળ જવાનું બંધ ન કરે,” બિડેને તેમ જણાવ્યું હતું.