હથિયારોની છૂટે બેફામ હથિયારો ખરીદાયા: અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે એકાએક હથિયારોની ખરીદારીમાં આવેલો વધારો ચિંતાનો વિષય

અમેરિકાના પ્રમુખની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ચૂંટણીને લઈને વાતાવરણ ગરમ બન્યું છે આવી સ્થિતિમાં ચાલુ વર્ષે બંદૂકો સહિતના હથિયારોના વેચાણમાં ખૂબ વધારો આવ્યો હોવાનું આંકડાઓ કરી રહ્યા છે. અંદાજિત ૫૦ લાખ લોકોએ ચાલુ વર્ષે પ્રથમ વખત હથિયારો ખરીદયા હોવાનું કહેવાય છે. અમેરિકામાં તો વોલમાર્ટ સ્ટોરમાં પણ હથિયાર મળતા હોય છે! અત્યારે ચૂંટણી નજીક હોવાથી આ જંગલોના વિશાળ બને તેવી સ્થિતિ આવી છે.

નિષ્ણાતોના મત અનુસાર ચૂંટણીના દિવસોમાં હથિયારોની ખરીદી વધવી ભવિષ્યમાં લોહિયાળ ઘટનાઓના સંકેત આપી રહી છે. અમેરિકાની ચૂંટણી માં ટ્રમ્પ કરતા તેમના હરીફ બીડન વધુ લોકચાહના ધરાવતા હોવાનું કેટલાકનું કહેવું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવા છે જેવો ટ્રમ્પને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે જો ટ્રમ્પ ફરીથી ચૂંટાઈને નહીં આવે તો અસામાજિક તત્વો ભાંગ ફોડ પણ કરી શકે છે તેવું અમેરિકાની સંસ્થાઓનું માનવું છે

વર્તમાન સમયે અમેરિકાના ગન કલ્ચરને સમજવુ જરુરી છે. જાહેર સ્થળોએ થતાં ગોળીબારની વાત આવે ત્યારે અમેરિકા તેમાં અવલ્લ સ્થાને હોય. દુનિયાના બીજા કોઇ પણ દેશ કરતા અમેરિકામાં આવા સામૂહિક ગોળીબારની ઘટનાઓ સૌથી વધારે ઘટી છે. દુનિયાની માત્ર ૫ ટકા વસતી ધરાવતા અમેરિકામાં જાહેરમાં થતા સામુહિક ગોળીબારની ૩૧ ટકા જેટલી ઘટનાઓ બની છે. દુનિયાના બીજા દેશોમાં પણ આવી ઘટનાઓ ક્યારેક બનતી હોય છે પરંતુ તે મોટે ભાગે લશ્કરી છાવણીઓની આસપાસ બનતી હોય છે. અમેરિકામાં આવી ઘટનાઓ મોટે ભાગે શાળા, કોલેજો કે મનોરંજન મેળવવા માટેના સ્થળોએ બનતી હોય છે. આવા માસ શૂટિંગના અર્ધાથી વધારે બનાવોમાં હુમલાખોર પાસે એક કરતા વધારે ગન કે અન્ય આધુનિક હથિયાર હોવાનું પણ બહાર આવ્યું છે.

અમેરિકામાં બેદૂક જેવા શસ્ત્રો રાખવાની ઘેલછા જ એટલી બધી છે કે ગન કંટ્રોલની હિમાયત કરતા ઉમેદવારો કરતા હથિયાર સમર્થક ઉમેદવારોને ચૂંટણી જીતવામાં વધારે સફળતા મળે છે. અમેરિકાના આ ગન કલ્ચર પાછળ તેમનો સંસ્થાનીય ઇતિહાસ, બંધારણીય જોગવાઇઓ અને રાજનીતિ જવાબદાર છે. એક સમયે બ્રિટનની કોલોની ગણાતા અમેરિકાનો ઇતિહાસ બ્રિટનથી આઝાદી મેળવવા માટે લડેલા યોદ્ધાઓની ગાથાઓથી ભરેલો છે. બ્રિટનથી આઝાદ થવાના આ જંગમાં બંદૂકો અમેરિકનોની ભરોસાપાત્ર સાથીદાર બની રહી હતી. એટલા માટે જ બંદૂકો તેમના માટે વીરતા અને ગૌરવની નિશાની ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.