ભારે વરસાદના કારણે નુકસાન પામેલા કપાસના પગલે ભારતનો નિકાસ ઘટશે
અબતક, નવીદિલ્હી
સમગ્ર વિશ્વમાં ભારત કપાસ ઉત્પાદનમાં અવ્વલ નંબરે આવે છે ત્યારે ભારે વરસાદના પગલે જે કપાસમાં નુકશાની પહોંચી છે તેને ધ્યાને લઇ નિકાસ ઉપર પણ તેની અસર જોવા મળશે અન્ય દેશો પણ સાથોસાથ કપાસનું ઉત્પાદન કરતા હોય છે પરંતુ ભારત જે કપાસનું ઉત્પાદન કરે છે તે પ્રીમિયમ ગુણવત્તા વાળું હોય છે. પરંતુ હાલની સ્થિતિએ એ વાત સામે આવી રહી છે કે જે પ્રમાણે ભારત કપાસનો નિકાસ ગત વર્ષે કરતું હતું તેમાં ઘણા ખરા અંશે ઘટાડો આવશે જેથી ભારતે એશિયા ખંડના ખરીદનાર દેશો છે જેવા કે બાંગ્લાદેશ, વિયતનામ અને ચાઇનાને અમેરિકા બ્રાઝીલ ઓસ્ટ્રેલીયા અને આફ્રિકા પાસેથી કપાસ ખરીદી કરવા માટે જણાવ્યું છે. પ્રીમિયમ કપાસનો ભાવ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વધુ હોય છે. બીજી તરફ અમેરિકા સામે જો ભાવ ની સરખામણી કરવામાં આવે તો ભારતના કપાસનો ભાવ 20 ટકા વધુ જોવા મળતો હોય છે. ભારે વરસાદના પગલે જે સ્થિતિ ઉદભવી થયેલી છે તેને ધ્યાને લઇ ભારતે અત્યાર સુધી 1.8 મિલિયન ગાંસડીનો નીકાસ કર્યો છે અને આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં વધુ એક મિલિયન ગાંસડીનો નિકાસ ભારત કરશે. ભારત જે કપાસનો નિકાસ કરે છે તેમાં અડધો અડધ નિકાસ તે બાંગ્લાદેશ માં થાય છે અને તે પણ રોડ મારફતે થતાં તેને ઘણો ફાયદો પણ પહોંચે છે. એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે બાંગ્લાદેશ અમેરિકા પાસેથી પણ તપાસ કરે છે પરંતુ તે માત્ર ને માત્ર માર્ચ મહિનામાં જ હોવાથી જે શિપમેન્ટ થતું હોય છે તેમાં કોઇ ગેરંટી આપવામાં આવતી નથી.
બીજી તરફ અન્ય દેશોમાં પણ જે કપાસ ઉત્પાદન થઈ રહ્યા છે તેમાં પણ અછત જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ કોરોના ની કપરી પરિસ્થિતિ છે ત્યારે હાલના તબક્કે ભારતે તેનું પ્રીમિયમ કપાસ ના બદલે એશિયા ખંડના દેશો અને અન્ય દેશો પાસેથી ખરીદ કરવા માટે જણાવ્યું છે સામે ભારતને પણ ઘણી અછતનો સામનો કરવો પડ્યો છે. અન્ય દેશોની સરખામણીમાં ભારત કપાસનું ઉત્પાદન ખૂબ મોટા પાયે કરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં જે નિકાસ વધુને વધુ થતો જોવા મળે છે તેમાં મુખ્ય સિંહફાળો કપાસનો છે ત્યારે આવનારા સમયમાં આ સ્થિતિમાં પણ અનેક હશે સુધારો જોવા મળશે તો નવાઈ નહીં અને દેશના દરેક લોકો નો સૌથી મોટી ઈચ્છા એ જ હોય છે કે તેઓ ભારત પાસેથી પ્રીમિયમ ગુણવત્તાનો કપાસ ખરીદે.