ચેમ્બરના પ્રમુખ વિનુ ધેરવડાની એક ઘા અને બે કટકા જેવી વાત ટોલનાકુ હટાવીને જ ઝંપીશું
કાનુની કાર્યવાહી સિવાય ટોલનાકુ હટાવવું મુશ્કેલ: મયુર સોલંકી
ઉપલેટા ધોરાજીના વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા સમાન ડુમીયાણી ટોલ પ્લાઝાને હટાવવા અનેક વખત મેદાને પડનાર ચેમ્બર ઓફ કોમર્સ આજ વખતે લડી લેવાના મુડમાં હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યાર પ્રજામાં સો મણના સવાલ ઉઠી રહ્યો છે કે શું ટોલ નાકુ હટાવવા ચેમ્બર સફળ થશે કે પછી પરોઠાના પાઠ ભણશે જયારે દેશ તેમજ રાજય નેશનલ હાઇવે ઓથોરીટી વિરુઘ્ધના આરટીઆઇ એકિટવીસ્ટ મને ટોલ નાકુ કાનુની કાર્યવાહી સિવાય હટાવવું મુશ્કેલ છે.
ઉપલેટા ધોરાજી હાઇવે વચ્ચે ડુમીયાણી ગામ પાસે આવેલ, ટોલનાકા દ્વારા લોકલ વાહન ચાલકો પાસેથી ભારેખમ ટોલ વસુલાતો હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ ફરી વખત ટોલ નાકાને હટાવવા મેદાને પડેલ છે.
તેમાં ચેમ્બર ઓફ કોમર્સે એક પત્રમાં જણાવેલ છે કે ડુમાયાણી ટોલનાકુ શરુ થયું ત્યારથી જ વિરોધના વંટોળમાં ફસાયેલું છે. મુળ આ ટોલ નાકુ ઉપલેટાથી પોરબંદર જતા નિલાખાના પાટીયા પાસે ઉભુ કરવાનું હતું પણ જો આ ટોલનાકુ ઉપલેટાની આગળ ઉભુ થાય તો વાહનનો ટ્રાફીક પુષ્કળ મળે તેવા હેતુંથી નેશનઇ હાઇવે ઓથોરીટીએ આ ટોલનાકુ ડુમીયાણી પાસે ઉભુ કરી દીધેલ, પંદર વર્ષ પહેલા ટોલનાકુ ઉભુ થયેલ તેમાં સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલ છતાં પણ વાહન ચાલકો પાસેથી ટોલ ઉધરાવી ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાં કયાંય ન હોય તેવો ભારેખમ ભાવ ડુમીયાણા ટોલનાકા ઉપરથી વસુલાત કરવામાં આવે છે. વધુમાં આ પત્રમાં એમ પણ જણાવેલ કે આ પ્રજાના ચુટાયેલા પ્રતિનિધિ સાંસદને પણ વાત કરેલ છતાં કોઇ ઉકેલ આવેલ નથી જો અમારી માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે આ પત્રની નકલ ધારાસભ્ય, સંસદસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નેશનલ હાઇવે ઓથોરીટીને પણ મોકલવામાં આવી છે. ત્યારે પ્રજામાં સો મણનો પ્રશ્ર્ન પુછાઇ રહ્યો છે. ચેમ્બરે ટોલનાકા વિરુઘ્ધ અનેક વખત લડત કરેલ તેમા શા માટે સફળતા નથી મળતી.
આરટીઆઇ એકિટવિસ્ટ મયુર સોલંકી શું કહે છે
આરટીઆઇ એકિટવીસ્ટ મયુર સોલંકીના સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે પહેલા તોજે લડત લડવી હોય તેમાં મકકમતા હોવી જોઇએ
તેમાં કોઇ લોભ કે લાલચ ન હોવીજોઇએ ચેમ્બર જયારે જયારે ટોલનાકા વિરુઘ્ધ લડત કરે છે ત્યારે આ કારણોસર ચેમ્બર ને સફળતા નથી મળતી અગાઉ ઘણી વખત પ્રજાને ગેર માર્ગ દોરી ચેમ્બરે ટોલનાકા વિરુઘ્ધ આંદોલનો કરવા રજુઆતો કરી તો શા માટે ચેમ્બર આ રજુઆતના જવાબ અધિકારી પાસે પણ નથી માગતી અથવા તેના ઉપરી અધિકારી પાસે શા માટે નથી. રજુઆત કરતા છેલ્લા જયારથી ટોલનાકુ અતિસ્વમાઁ આવ્યું ત્યારે ચેમ્બર કહે છે કે ટોલનાકુ ગેરકાયદેસર છે જો ટોલનાકુ ગેરકાયદેસર હોય તો ચેમ્બર શા માટે હાઇકોર્ટમાં પીટીઆઇ દાખલ નથી કરતી. બીજું ચેમ્બર દ્વારા સમીતી બનાવવામાં આવે છે. તેમાં કેમ કાનુન ના જાણકાર કે નેશનલ હાઇવે ઓથોરીટીના નિયમોના જાણકારોને ભેગા નથી રાખતી? આવા અનેક સવાલો મયુર સોલંકી એ ઉઠાવેલ હતા જયારે ટોલનાકાની માહીતી આપણા જણાવેલ કે ઉપલેટા-પોરબંદર રોડ ફોર લેન્ડ થયો ત્યારથી ટોલનાકુ, અતિસ્વમાં આવેલ ત્યારથી ૨૦૧૯ સુધીમાં રોડ બનાવાનો ખર્ચ વસુલવા ટોલ બુથ ઉઘરાવામાં આવતો હતો તે ૨૦૧૯ માં પૂર્ણ થઇ ગયો પણ હાલમાં વિદેશી કંપનીએ નાસિકની અશોકા બિલ્ડકોમને પેટા કોન્ટ્રાકટ આપી અલગ અલગ જોઇન્ટ વેચાણ કરી ટોલબુથ ઉપર ટોલ ઉઘરાવાનું કામ સોંપેલ છે. આ કોન્ટ્રાકટ ૩૦વર્ષ માટે એગ્રીમેન્ટ કરેલ છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવો હોય તો તેને સર્વિસ રોડ બનાવી આપવો જો સર્વીસ રોડ બ બનાવે તો તેને ટોલટેકસ ઉઘરાવાનો કોઇ હકક નથી હાલ ઉઘરાવે છે તે પણ ગેરકાયદેસર છે ટોલનાકાની ૩૦ કી.મી. ની ત્રિજીયામાં ર૪પ થી ૩૦૦ રૂપિયા સુધી માસિક પાસ ફાસ્ટટેકમાં અન લિીમીટેડ હોય છે તે દેશ લેવલે આ કાયદો અમલમાં છે. પણ ડુમીયાણી ટોલબુથ પર જે લોકો લોકલનો પાસ નથી કઢાવતા તેની પાસે ૪૫ રૂપિયા વસુલાય થાય છે. તે ગેરકાદેસર છે તેની પાસેથી માત્ર રૂા ૫.૫૦ પૈસા વસુલાત કરી શકવાની સત્તા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સર્વીસ રોડ ઉપર ટોલબુથ કલેકશન હોલ્ડજ નથી આમ છતાં માની લ્યો કે સુપેડીના વાહન ચાલકોને ઉપલેટા નોકરી કે ધંધા માટે આવવાનું હોય તો તેને માત્ર ૯ કી.મી. રોડના ઉપયોગ કરેલ છે છતાં તેની પાસેથી પિઠડીયાથી વનાળા સુધીજો રૂા ૯૫ ટોલ ટેકસ વસુલે છે તે ગેરકાયદેસર છે વાહન ચાલકો પાસે લોકલના પુરાવારુપે આર.સી..બુક આધાર કાર્ડ જેવા આધારો આપી તેને લોકલની વ્યાખ્યા૩૦ કી.મી. સુધી માન્ય આપવામાં ટોલબુધ બંધાયેલ છે.
પણ આ ટોલનાકા સામે બંધારણીય લડાઇ લડવી હોય તો સ્થાનીક કક્ષાએથી મામલતદારુ કલેકટર, સચિવ સુધી રજુઆતો કરવી જોઇએ જો કોઇ જવાબ ન આપે તો આના માટે કાનુની લડાઇ લડવી જોઇએ. આર.ટી.આઇ. એકટીવ મયુર સોલંકીએ વધુમાં જણાવેલ કે આ ટોલનાકાને મુળ જગ્યાએ ખસેડવા માટે કાનુની લડત લડયા સિવાય કોઇ ઉકેલ નહી હોવાનું જણાવેલ આના માટે ચેમ્બરે તૈયારી રાખવી પડશે.
ટોલનાકુ હટાવવા મેદાને પડેલી ચેમ્બરના પ્રમુખ ધેરવડા શું કહે છે!
ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વિનુભાઇ ધેરવડાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલનાકા ઉપર અધિકારીઓ દ્વારા ભારેખમ ટોલ ઉઘરાવામાં આવી રહ્યો છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સની જે ટોલનાકુ ડુમીયાણીગામ પાસે છે તે ગેરકાયદેસર છે જે તે વખતે આ ટોલનાકુ બિલડી ગામ પાસે ઉભુ કરવાનું હતું. પણ જો આ ટોલનાકુ ઉપલેટા આગળ બનાવામાં આવે તો ટ્રાફીક વધુ મળે તે માટે આ ટોલનાકુ ડુમીયાણી ગામે ઉભુ કરેલ છે તેને મુળ જગ્યાએ પોરબંદર રોડ ઉપર બિલડી ગામ પાસે ખસેડવું, બીજી માંગણી લોકલ વાહનો માટે સર્વીસ રોડ બનાવી આપવો આ બન્ને માગણી માટે ચેમ્બરે શહેરના આગેવાનોનો સહકાર માગતા અત્યાર સુધીમાં નગરપાલિકા સહીતના ઠરાવ સહીત વિવિધ સામાજીક સંસ્થા સમાજ સાથે પ૦ થી વધારે લોકો ના સમર્થન પત્રો અમને મળી ચુકયા છે આ અંગે આગામી તા.પ પછી પ્રતિનિધિ મંડળ કલેકટરને રૂબરૂ મળી અમારી માગણી જણાવશું પણ જો અમારી માંગણીનો કોઇ ઉકેલ નહી આવે તો ચેમ્બર ઓફ કોમર્સ ટોલનાકુ હટાવો- ઉ૫લેટા બચાવોનું આંદોલનનું રણ શિંંગું ફુકશે અને તબકકાવાર આંદોલનકરવામાં આવશે.