બહુમતિ સાબિત કરવા રાજ્યપાલે ત્રણ દિવસનો સમય ન આપતા શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે છેલ્લા ઘણા દિવસી મહા કોકડુ ગુચવાયું છે. ચૂંટણી પરિણામના ૧૯ દિવસ બાદ એક પણ પક્ષ પુરતુ સંખ્યાબળ સાબીત કરવામાં નિષ્ફળ રહેતા અંતે આજે બપોરે કેન્દ્રીય કેબીનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવા ભલામણ કરી છે. રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી માટે રામના કોવિંદની રાહ જોવાઈ રહી છે. બહુમતિ સાબિત કરવા રાજ્યપાલે ત્રણ દિવસનો સમય ન આપતા શિવસેનાએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના ૧૯ દિવસ બાદ કોઈપણ રાજકીય પાર્ટી બહુમતિ સાબીત કરી શકી નથી. ૨૮૮ બેઠકો પૈકી ભાજપને સૌથી વધુ ૧૦૫ બેઠકો મળી હતી. જ્યારે શિવસેનાને ૫૬, એનસીપીને ૫૪ અને કોંગ્રેસને ૪૪ બેઠકો પ્રાપ્ત થઈ હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલે બે દિવસ પૂર્વે સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. સરકાર રચવા માટે ભાજપે ઈન્કાર કર્યા બાદ રાજ્યપાલે રવિવારે શિવસેનાને આમંત્રણ આપ્યું હતું અને સોમવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો. ગઈકાલે સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના સર્મનનો પત્ર લાવવામાં અસર્મ રહેતા રાજ્યપાલે ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું.

દરમિયાન આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રાઝીલ જતા પૂર્વે કેન્દ્રીય કેબીનેટની બેઠક બોલાવી હતી. જેમાં મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા રાષ્ટ્રપતિ રામના કોવિંદ સમક્ષ કેન્દ્રીય કેબીનેટે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યપાલ સમક્ષ બહુમતિ સાબીત કરવા માટે સમય માંગ્યો હોવા છતાં રાજ્યપાલે સમય ન આપતા અને આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કેન્દ્રીય કેબીનેટની ભલામણના વિરોધ શિવસેનાએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

Screenshot 1 7

દાયકાઓથી મહારાષ્ટ્ર રાજય દેશની રાજકીય, સામાજીક અને ધાર્મિક ચળવળનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આવા મહત્વ પૂર્ણ રાજય મહારાષ્ટ્રમાં સત્તા માટે હંમેશા નવા સમીકરણો રચાતા રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સાથે લડેલા ભાજથ-શિવસેનામાં પરિણામો બાદ સર્વોપરિતાના મુદ્દે સામસામી તલવારો ખેંચાઇ હતી. જે બાદ સત્તાંધ બનેલા ઉઘ્ધવ ઠાકરે ખંધા રાજકારણી શરદ પવારની ચાલમાં ફસાય જઇને પોતાના દાયકાઓ જુના સાથી પક્ષ ભાજપ સાથે છેડો ફાડીને એનડીએ માંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ રાજયપાલે તેમને આપેલા સમય મર્યાદામાં એનસીપી અને કોંગ્રેસ ધારાસભ્યોના ટેકાનો પત્ર ન આપતા શિવસેના અટવાઇ ગઇ હતી. હવે, રાજયપાલે એનસીપીને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે ત્યારે રાષ્ટ્રપતિ શાસનને આવતું રોકવા ઉઘ્ધવ ઠાકરે તેના પિતા બાલ ઠાકરેએ શિવસેના માટે એનસીપી -કોંગ્રેસ મુદ્દે દોરેલી લક્ષ્મણ રેખાને ઓળંગશે કે કેમ? તે રાજકીય પંડીતો માટે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં યુતિ કરીને લડેલા ભાજપ-શિવસેનાને ર૮૮ બેઠોકમાંથી ૧૬૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતિ મળી હતી. પરંતુ, પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સર્વોપરિતાના મુદ્દે સામસામી તલવારો ખેંચાઇ હાથી. રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી હોતા કોઇ કાયમી શત્રુ નથી હોતા, માત્ર હિતો સર્વોપરી હોય છે તે ઉકિત મહારાષ્ટ્રમાં પણ લાગુ થઇ હતી. શિવસેનાએ ભાજપને દબાવવા એનસીપી, કોંગ્રેસની મદદથી સરકાર રચવાની ધમકી આપવાનું શરુ કર્યુ હતું. ભાજપે પણ શિવસેનાના કાયમી રાજકીય બ્લેક મેઇલીંગથી બચવા અને અયોઘ્યામાં રામ મંદીર જ બનાવવાના ચૂકાદા બાદ હિન્દુત્વના મુદ્દાનો લાભ લઇને ફરીથી ચુંટણી યોજાઇ તો સ્પષ્ટ બહુમતિ મેળવવાના ઘ્યેય સાથે બોઇ તનજોડ નહી કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી, રાજયપાલે ભાજપને વિધાનસભાં સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું  હોવાછતાં ભાજપે સરકાર રચવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી, રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ વિધાનસભામાં સૌથી મોટી બીજી પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું ર૪ કલાકનો સમય આપ્યો હતો. જેથી પુત્ર આદિત્યનો મુખ્યમંત્રી બનાવવા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી ગયેલા ઉઘ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવા માટે  શિવસેનાને પહેલા એનડીએમાંથી છેડો ફાડીને આવવા જણાવ્યુ  હતુ

Screenshot 2 10

 

જેથી શિવસેનાએ ભાજપ સાથે  દાયકાઓ જુના સંબંધો પર પૂર્ણ વિરામ મુકીની સરકારમાં શિવસેનાના ભાગ પર મંત્રી રહેલા અરવિંદ સાંવતે રાજીનામુ અપાવ્યું હતું. જે બાદ એન.સી.પી. અને કોંગ્રેસે શિવસેનાને ટેકો આપવા માટે બેઠકો યોજવાનો ઢોગ કરીને રાજયપાલે તેમને આપેલી સમય મર્યાદા પૂર્ણ થવાના સમય પહેલા શિવસેનાના આદિત્ય ઠાકરેએ આગેવાનો સાથે રાજયપાલ કોશીયારીને મળી સરકાર રચવાની તૈયારી દર્શાવી હતી પરંતુ, બહુમતિ સભ્યોના ટેકાના પત્રો રજુ કરી શકયું ન હતાં. જેથી, રાજયપાલે વિધાનસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને સરકાર રચવા માટે ર૪ કલાકનો સમય આપ્યો છે. આમ, શિવસેના એનસીપી  અને કોંગ્રેસની રાજકીય ચાલમાં ફસાય ગયા જેવા ધાટ થયો હતો.  તેથી હાલત ધોબીના કુતરા જેવી થઇ જવા પામી હતી. હવે શિવસેના હવે ફરીથી એનડીપીમાં જોડાઇને ભાજપ સાથે સરકાર રચી શકે તેમ નથી અને એનસીપી અને કોંગ્રેસના ટેકાથી પોતાની સરકાર રચી શકે તેમ નથ. હવે શિવસેનાને શરદ પવારના ઇશારે ચાલવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. આમ, ઉઘ્ધવ ઠાકરે રાજકારણના અપરિપકવ ખેલાડી હોવાનું પુરવાર  થવા પામ્યું છે. કોંગ્રેસને પણ એનસીપી સાથે સત્તામાં જોડાવવામાં ડર લાગી રહ્યો છે. કારણ કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય રાજકીય હરીફ તરીકે એનસીપીને માનવામાં આવે છે. એનસીપી સરકાર બનાવે તો તે રાજયભરમાં પોતાનો જનાધાર વિસ્તારવામાં સફળ થઇ શકે છે. એનસીપીનો જનાધાર  વિસ્તારતા તેનું સીધું નુકશાની કોંગ્રેસને જવાની સંભાવના છે.

દાયકાઓ પહેલા ‘આમથી મુંબઇ’ આંદોલન દ્વારા મુંબઇ પર રાજકીય રીતે છવાઇ ગયેલા બાલા સાહેબ ઠાકર પણ ભૂતકાળમાં એનસીપીને રાજકીય રાક્ષણ ગણાવ્યું હતું. બાલાસાહેબે એનસીપી સાથે શિવસેના ગઠ્ઠબંધન કરવાને આત્મહત્યાના કરવાના સમાન ગણાવ્યું હતું. બાલ ઠાકરે જાણતા હતા કે અંડર વર્લ્ડ ડોને દાઉદ સાથે શરદ પવારના ભેદી કનેકશનો છે. જેથી, હિન્દુત્વ મુદ્દા પર ચાલતી પોતાની પાર્ટી માટે શરદ પવાર નુકશાનરુપ પુરવાર થઇ શકે છે. દાઉદ જયારે દુબઇથી ફરીથી મુંબઇ આવવા માટે શરદ પવારની મદદથી પ્રયત્નો કરતો હતો ત્યારે બાલ ઠાકરે તેમને રોકવામાં સફળ થયા હતા. શરદ પવારના દાઉદ સાથેના કનેકશનોના કારણે પવારના ખાસ મનાતા એક સમયના નાયબ મુખ્યમંત્રી છગન ભુજબળને લાંબા સમયથી જેલવાસ ભોગવવો પડયો હતો.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

આવા, રાજકીય રીતે ખંધા શરદ પવારની રાજકીય ચાલમાં ફસાય જઇને ઉઘ્ધવ ઠાકરેએ રાજકીય આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. શિવસેના અને એનસીપીને સરકાર રચવામાં ટેકો આપવામાં કોંગ્રેસમાં અનેક મતાંતરો છે  ત્યારે દુશ્મનનો દુશ્મન દોસ્તોએ ન્યાયે ભાજપને રોકવા કોંગ્રેસ શિવસેના અને એનસીપીને સરકાર રચવા મનકમને ટેકો આપી શકે છે.

જો, એનસીપી પણ આજ રાત્રિની સમય મર્યાદા સુધીમાં સરકારની રચના કરવા માટે બહુમતિ સભ્યોના ટેકાનો પત્ર રાજયપાલને આપી ન શકે તો રાજયપાલ કોશીયારી પાસે હજુ બે વિકલ્પો છે. એક વિકલ્પ મુજબ વિધાનસભામાં ચોથી મોટી પાર્ટી કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ આપે જો એનસીપી સરકાર રચી ન શકે તો કોંગ્રેસ પણ સરકાર રચવામાં નિષ્ફળ જ રહેવાની છે.

જેથી, રાજયપાલ કોશિયારી પાસે રાજયમાંનવી સરકારની રચના શકય ન હોવાના મુદ્દા પર રાષ્ટ્રપતિ શાસન લાદવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો આખરી વિકલ્પ બચે છે. રાજયમાં રાષ્ટ્રપતિ પક્ષો વચ્ચે નવી સરકાર રચવાના મુદ્દે નવી કોઇ ફોર્મ્યુલા ન બને તે ફરીથી વિધાનસભાની ચૂંટણી નિશ્ર્ચિત બને તેમ છે. જેમાં હિન્દુત્વના મુદ્દા પર સાથે રહેલા ભાજપ અને શિવસેના અલગ અલગ લડી તથા એનસીપી – કોંગ્રેસ યુતિ કરીને લડે તો તેનો સીધો ફાયદો એનસીપી -કોંગ્રેસ ને થવાની સંભાવના છે. જેની, શિવસેના માટે હવે એક તરફ ખાઇ તો બીજી તરફ કુવો જેવી રાજકીય સ્થિતિ ઉભી થવા પામી છે. રાજકારણની આ ખંધી રમતમાં કાચા ખેલાડી પુરવાર થયેલા શિવસેના સુપ્રિમો ઉઘ્ધવ ઠાકરે હવે રાષ્ટ્રપતિ શાસન રોકવા બાલ ઠાકરેએ શિવસેના માટે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગીને એનસીપી-કોંગ્રેસ સાથે જોડાઇને સરકાર રચે તો શિવસેનાના રાજકીય ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરશે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.