તુવેરના ઉત્પાદનમાં ઘટાડાની સાથે ભાવ વધતા મસૂર અને ચણાની દાળનો ઉપયોગ કરવા સરકારને રજૂઆત કરાય
ભારતમાં તુવેર દાળનું ઓછું ઉત્પાદન છે અને તેને કારણે કોઈ અછત ન સર્જાય તે માટેના પ્રયાસો કેન્દ્રિય ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કરી દીધા છે. સામાન્ય રીતે દાળ એ ગુજરાતી ભોજનમાં પ્રોટીનનો મોટો સ્રોત માનવામાં આવે છે. તુવેર દાળના ભાવો વધવા અને તેનું ઉત્પાદન ઘટવાના કારણો શું છે કારણો? અને તેની આપણી ભોજનની થાળી પર કેવી પડશે અસર?આ વર્ષની સીઝનમાં ખેડૂતોએ તુવેર દાળનું વાવેતર ઘણું ઓછું કર્યું છે તેને કારણે પણ ઉત્પાદન ઓછું થયું છે. ઉપરાંત કમોસમી વરસાદને કારણે પણ તુવેર દાળના પાક પર અસર થઈ છે.
મુંબઈ ખાતે ઇન્ડિયા પલ્સિસ ઍન્ડ ગ્રેઇન એસોસિયેશનના ચેરમેન બિમલ કોઠારીએ જણાવ્યું હતું કે, દાળના ભાવ વધ્યા છે પણ ચિંતાની વાત નથી કારણ કે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે એવું નથી. કારણ કે જો તુવેર દાળના ભાવો વધશે તો લોકો ચણાની દાળ ખરીદશે કે અન્ય દાળનો ઉપયોગ કરશે. કેટલીક દાળ તેના એમએસપી કરતા નીચા ભાવે મળી રહી છે.
ભારતમાં દાળના કુલ ઉત્પાદનમાં તુવેર દાળનો હિસ્સો 13 ટકાની આસપાસ છે.કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે એપ્રિલ, 2022થી લઈને જાન્યુઆરી, 2023 સુધીમાં ભારતે 7.31 લાખ ટન દાળની આયાત કરી છે.દેશમાં આયાત થતી દાળોમાં 45 ટકા હિસ્સો તુવેર દાળનો છે. દેશમાં તુવેર દાળની આયાત આફ્રિકાના દેશો જેવા કે સુદાન, તાંઝાનિયા, મોઝામ્બિક, માલાવી ઉપરાંત મ્યાંમારથી થાય છે. જોકે સુદાનમાં હાલ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે જેને કારણે સરકારના કેટલાક ઑર્ડરો અટવાયા છે. પણ છતાં જાણકારો કહે છે કે દાળની માગને સરકાર પહોંચી વળશે.તુવેર દાળની માગને પહોંચી વળવા માટે તેની આયાત કરવી સરળ નહીં હોય. વળી આયાત કરેલી દાળને ભારતના બજારોમાં પહોંચવામાં બે મહીનાથી વધુ સમય લાગશે.
બીજી તરફ હાલ આપણે કેસ ક્રોપ ઉપર વધારે મદાર રાખી રહ્યા છે અને વાતાવરણમાં બદલાવના કારણે તુવેર દાળની હાલત અત્યારના કફોડી બની છે ત્યારે મધ્યાન ભોજનમાં બાળકોની થાળીમાંથી તુવેર દાળ ને દૂર કરવા હાલ એસોસિએશન દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. હાલ મધ્યાન ભોજનમાં બાળકોને તુવેરદાળની જગ્યાએ હવે મસૂર અને ચણાની દાળ આપવામાં આવે તો નવાઈ નહીં. હાલ તુવેર દાળ ના ઉત્પાદનમાં ઘટાડાની સાથે તેના ભાવમાં 10 ટકા ભાવ વધારો થયો છે ત્યારે સરકાર આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ આવનારા દિવસોમાં તુવેરની સ્થિતિને સાનુકૂળ બનાવવા માટે કાર્ય હાથ ધરશે.