ઈતિહાસ આપમેળે જ પુન:જીવીત થાય છે
કોરોનાનો ચેપ રોકવા બીસીજી રસીના ઉપયોગના પ્રયાસ
વિશ્ર્વભરમાં અત્યારે લાઈલાજ બિમારી તરીકે પડકારરૂપ બની ગયેલા કોરોના વાયરસને કેમ કાબુમાં લઈ શકાય તે માટે દુનિયા આખીનું તબીબી જગત મહેનત કરી રહ્યું છે ત્યારે મેલબોર્નના તબીબી વૈજ્ઞાનિકોએ ૧૦૦ વર્ષ પહેલા ટીબીના ઈલાજ માટે વાપવામાં આવતી દવાનો કોરોના વાયરસ સામે દર્દીઓની સારવારનારૂપમાં લડી રહેલા આરોગ્ય કર્મચારીઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપવા ટીબી વિરોધી રસીનો ઉપયોગનો પ્રયોગ શરૂ કર્યો છે.
બીસીજી એટલે કે બિસિલેસ, કેલમેટગ્યુરોન રસીને છેલ્લા ૭૦ વર્ષથી રોગપ્રતિકારક શક્તિ અને ટીબીના સંક્રમણની સાથે સાથે પ્રારંભિક તબક્કાના કેન્સરના રોગીને આપવામાં આવે છે.
શરીરને રોગના સંક્રમણ સામે લડવા તૈયાર કરે છે. એકાદ વર્ષ પહેલા આ રસીનો પુન:પ્રયોગ શરૂ કરીને કોવિડ-૧૯ જેવા લાઈલાજ વાયરસ સામે તેનો ઉપયોગ કરી શકાય કે કેમ તેનો પ્રયોગ શરૂ થયો હતો.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પોતાનો મત આપ્યો હતો કે બીસીજી વાયરસના સંક્રમણ સામે ઉપયોગી છે કે કેમ અને જે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે. તેવા દર્દીઓ માટે બીસીજીના ઉપયોગ અંગે પૂર્ણ અભ્યાસ કરી લેવો જોઈએ.
આંતરરાષ્ટ્રીય અભ્યાસના મોવડી નાયજલ કુરીસ મેલબોર્નની ટીમ દ્વારા બીસીજીના ઉપયોગ પર સંશોધન શરૂ કર્યું હતું. બીસીજીથી રોગપ્રતિકારક શક્તિ નો સંચાર થાય છે અને તમામ પ્રકાર વાયરસ અને બેકટેરિયાનો પ્રતિકાર કરતા હોવાથઈ કોરોનામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
કોરોના વાયરસના લોકડાઉન ના આજના અહેવાલોમાં ઓસ્ટ્રેલિયામાં ચાર હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓને મોસમી તાવ અને ટીબી અને ફલુથી બચાવવા બીસીજી આપવામાં આવે છે. બીસીજી ટીબીની રસી તરીકે અગાઉ સારી રીતે વાપરવામાં આવતી હતી. ઓસ્ટ્રેલિયા અત્યારે પણ તેનો ઉપયોગ કરી રહી છે.
નેધરલેન્ડ અને બોસ્ટનમાં પણ આ રસીનો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગ થાય છે વિશ્ર્વમાં ૧.૩૦ કરોડ નવજાત બાળકોને બીસીજી આપવામાં આવે છે.
કોરોના સંક્રમણથી બચાવવા માટે ટીબી અને અન્ય ચેપ સામે શરીરને સુરક્ષિત કરતી અને ખાસ કરીને શ્ર્વેતકણો પરના પ્રતિક્રમણને રોકતી બીસીજી કોરોનામાં ઉપયોગ કેમ ન કરી શકાય? અત્યારે કોરોનાના સંક્રમણ સામે કોઈ ઈલાજ નથી ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગાઉ કારગત નિવડી ચુકેલી અને હાલમાં પણ બાળકોની રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાતી બીસીજીના ડોઝને કોરોનાના સંક્રમણ સામે ઉયપોગમાં લેવા માટેની તૈયારીઓ અને પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.