જે નથી પુરૂષ કે નથી મહિલા તેઓ પોતાની જાતિ જાતે નકકી કરી શકશે
બીનજાતીય લોકોને હવે સરકાર સહકાર આવશે અને સમાન અધિકાર માટે પ્રોત્સાહન કરશે. પાર્લામેન્ટમાં સોશ્યિલ જસ્ટીસ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જેન્ડર ટ્રાન્સપ્લાન્ટના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. માણસે પોતાની ઇચ્છાની જાતી લીંગ સાથે જીવન જીવવાની છૂટ છે.
કલોઝ-ર અંતર્ગત એનએએલએસએ દ્વારા આ રજુઆત કરવામાં આવી હતી. અમુક લોકો પોતાની જાતી બદલાવવામાં માંગતા હોય છે જે પુ‚ષ પણ ન હોય કે સ્ત્રી પણ ન હોય.
તે ઘણાં જન્મજાત આ પ્રકારના હોય છે માટે તેમને પણ જીવવાનો પુરો અધિકાર છે. તેઓ તેમની જાતી કાયદેસર બદલાવી શકે છે. જન્મજાત આ પ્રકારના ઘણા બાળકો હોય છે જેનું લીંગ ઓળખી શકાતું નથી. તેને ભારતમાં સમ્માન અધિકાર આપવામાં આવતો નથી તેને સમાજથી દુર રાખવામાં આવે છે અને કિન્નર નામ આપવામાં આવે છે. જેઓ મહીલા તેમજ પુરુષ નથી હોતા તેમને પોતાની લીંગ જાતે નકકી કરવાનો અધિકાર છે. તેઓ પોતાની સેકસ લાઇફ મનપસંદ પાર્ટનર સાથે માળી શકે છે.