ગીરના અભ્યારણમાં સવાજોને સુરક્ષિત રાખવાના સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેંટ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અને અમુક અંશે આ પ્રયાસો સફળ પણ થયા છે ત્યારે ગીર અભ્યારણ માં આવેલું કંકાઈ માતાજીનું મંદિર પણ લોકપ્રિય છે. ત્યારે એ મંદિરમાં મંદિરના ટ્રષ્ટિ સિવાઈ અન્ય વ્યક્તિઓને રાત રોકાવાની મનાઈ હતી. જેનું મુખ્ય કારણ રાત્રિના સમય દરમિયાન વન્યજીવો વિચરવા નીકળતા હોય છે તેને નુકશાન ન પહોચે તે છે, પરંતુ તાજેતરમાં જ સરકાર દ્વ્રારા એક એવો નિર્ણય લેવાયો છે જેનાથી આ વન્યજીવો ની જીવસૃષ્ટિ જોખમાશે….અને નિર્ણય અંતર્ગત કંકાઈ માતાના મંદિરમાં હવે ટ્રષ્ટિ સિવાય તેના અનુયાયીઑ પણ રાત રોકાઈ શકશે. જેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં રાતવાસો કરી શકશે સરકારના આ નિર્ણયથી ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેંટમાં નારાજગી પ્રસરી છે. તેઓનું માનવું છે કે સરકારના આ નિર્ણયનો લોકો ગેરલાભ ઉઠાવશે. મંદિરમાં આરતી કરવાની પરવાનગીનો ટ્રષ્ટિ પાસેથી લેટર મેળવી રાતવાસો કરતાં લોકો શું મંદિરમાં ખરેખર આરતી કરવા જ આવે છે..? તે લેટરના સહારે આવી રાત્રીનું રોકાણ કરે છે અને જંગલમાં મંગલ કરવા નીકળી પડે છે જેનાથી જંગલી જીવસૃષ્ટિને નુકશાન થવાનો ભય પણ સતાવે છે, આટલું કરતાં સરકાર ન અટકતા પહેલા જે કંકાઈ માતાના મંદિરના એક જ દરવાજાની બહાર નીકળવાની સુવિધા હતી તે વધારીને મંદિરની બંને બાજુના દરવાજા ખોલવા અને બને બાજુથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી ટુરીષ્ટો આખા અભ્યારણ્યનો રાઉન્ડ મારશે જે આ કુદરતી સંપતિ અને વન્ય જીવો માટે જોખમ સમાન છે.

તો આપણે એટલું વિચરવાનું રહ્યું કે સરકારનો આ પ્રકારનો નિર્ણય વન્ય સંપતિમાટે યોગ્ય કહેવાય કે નહીં…?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.