- ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ તરીકે ગંભીરે જોન્ટી રોડ્ઝની નિમણૂંક કરવા બોર્ડ સમક્ષ કરી માંગ, બોર્ડે ઠુકરાવી
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે. લઆ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. રાહુલ દ્રવિડની જગ્યાએ આ જવાબદારી સંભાળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીર 2027 સુધી આ પદ પર રહેશે. 42 વર્ષીય ગંભીર ટીમ ઈન્ડિયાનો સૌથી યુવા મુખ્ય કોચ બન્યો છે. ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈ પર લઈ જવાની જવાબદારી પણ તેમના પેજ પર છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું કે ભારતીય ટીમમાં સપોર્ટ સ્ટાફ જે હશે તે ભારતીય જ હશે નહીં કે કોઈ વિદેશી ત્યારે હવે ગૌતમ ગંભીરે ક્રિકેટ બોર્ડને અત્યંત ગંભીરતાથી લેવું પડશે.
મહત્વનું તો એ છે કે ગંભીરનો સ્વભાવ જે પ્રકારનો છે તેનાથી ઘણા ખરા બોર્ડમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીસીસીઆઈ ને ગૌતમ ગંભીરે એમ પણ જણાવ્યું હતું કે ફિલ્ડીંગ કોષ તરીકે જોન્ટી રોડ્સની નિમણૂક કરવામાં આવે જે માંગ પર સહેજ પણ બોર્ડે સંમતિ સાધી ન હતી. વિનય કુમારનું નામ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બોર્ડના અધ્યક્ષ અને અન્ય અધિકારીઓ સપોર્ટ સ્ટાફમાં બોલિંગ કોચનું પદ તેમના દેશના અન્ય અનુભવી ખેલાડીને આપવા માંગે છે. ભારતીય ક્રિકેટ ટીમના નવા બોલિંગ કોચ તરીકે ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજીની નિમણૂક કરવા માગો છો. જેની અસર એટલી વધી ગઈ છે કે બોર્ડે લક્ષ્મીપતિ બાલાજીને ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
ટીમ ઇન્ડિયાના શ્રીલંકા પ્રવાસનું શેડ્યુલ જાહેર
શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 26 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન 3 ટી20 મેચ અને 3 વનડે સીરીઝ રમશે. આ માટે ગુરુવારના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે કોચ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ રહેશે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા પછી પુરો થયો હતો. શ્રીલંકાની ટીમ પણ નવા કોચની સાથે રહેશે. ક્રિસ સિલ્વરવુડની ખસી ગયા બાદ સનથ જયસૂર્યાને શ્રીલંકાના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ ટી 20 જુલાઈના અંતમાં રમાશે અને વન ડે શ્રેણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રમાશે. પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ટી –20 મેચોની યજમાની કરશે. આ પછી કોલંબોનું આર.પ્રેમદાસા સ્ટેડિયમ વન ડેની યજમાની કરશે.
ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ
- પ્રથમ ટી 20 – 26 જુલાઈ
- બીજી ટી 20 – 27 જુલાઈ
- ત્રીજી ટી 20 – 29 જુલાઈ
- વન–ડે મેચોની યાદી
- પ્રથમ વન–ડે – 1 ઓગસ્ટ
- બીજી વન–ડે – 4 ઓગસ્ટ
- ત્રીજી વન–ડે – 7 ઓગસ્ટ