આ બેઠકમાં શું ચર્ચા થયી એ બાબતે કોઈ ખુલાસો હજુ જાણવા મળ્યો નથી
ગુજરાત ન્યૂઝ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બુધવારે દિલ્લીમાં હતા ત્યારે કેબિનેટ મિટિંગ બાદ વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠક આશરે તેયન કલાક લાંબી ચાલી હતી. તેવા સમયે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એવા એંધાણ વર્તાઇ રહ્યા છે કે રાજકારણમાં કઈક મોટા ફેરફારો આવના છે. આ બેઠકમાં શું ચર્ચા થયી એ બાબતે કોઈ ખુલાસો હજુ જાણવા મળ્યો નથી. આ ઉપરાંત આગામી ગુજરાત વાઈબ્રન્ટ સમિત માટે પણ ચર્ચાઓ થયી હોવાનો પણ અંદાજો લાગી રહ્યો છે.
બેઠકમાં શું ચર્ચા થયી એની એચએએલ અટકળો જ ચાલી રહી છે. હવે રાહ એ જોવાની કે શું ખરેખર કઈ પ્રિયવર્તન આવનું છે કે કોઈ બીજા મોટા નિર્ણયો સામે આવના છે, તો જોવું રહ્યું કે ગુજરાતમાં શું પરિવર્તન આવશે….