બધાને એક લાઠીએ ન દોરવા WHOને ભારતની તાકીદ
ભારત સહિત ચાઇના, બાંગ્લાદેશ, ઈરાન સહિતના દેશોને પણ અવલોકન પદ્ધતિથી નારાજગી
આગામી સપ્તાહમાં કોરોના ના મૃત્યુનો રિપોર્ટ ડબ્લ્યુએચઓ જાહેર કરશે જે રિપોર્ટ થી સમગ્ર વિશ્વ હચમચી જાય તો નવાઈ નહીં. આ તકે ભારતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાકીદ કરતા જણાવ્યું છે કે તેમની જે અવલોકન કરવાની પદ્ધતિ છે તેમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં બધાને એક લાઠીએ ન દોરવા માટે પણ જણાવ્યું. હાલના તબક્કે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો જેવા કે ચાઇના, બાંગ્લાદેશ, ઈરાન,સીરિયાએ પણ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પદ્ધતિમાં બદલાવ લાવવા માટે તાકીદ કરી છે.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો, અત્યારે ડબલ્યુએચઓ દ્વારા આવતા સપ્તાહમાં કોરોના થી મૃત્યુ થયેલા લોકો નો રિપોર્ટ જાહેર કરવામાં આવશે જેને લઇ સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠું છે. આપણે ક્યાંક વિવિધ દેશો વચ્ચે પણ આ સ્થિતિને પહોંચી વળવા માટે અનેક પ્રશ્નો ઉદ્ભવી થઈ રહ્યા છે જેમાં વિવિધ દેશોનું માનવું છે કે જે રીતે આંકડા નું અવલોકન થવું જોઈએ તે યોગ્ય રીતે થયું નથી અને દરેક દેશને એક સમાન આંકી શકાય નહીં. કોરોના માં ઘણા લોકોએ કોરોના ની સાથોસાથ અન્ય કારણોસરથી પણ થયા છે ત્યારે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો ઘણા ખરા પ્રશ્નો ઉદભવીત થઈ શકે છે.
ક્યાંકને ક્યાંક લોકોની જાગૃતતાના અભાવના કારણે પણ ગોળનાં મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે આવનારા સમયમાં કોરોના થી લોકો કેવી રીતે બચી શકે તે વસ્તુ માં પણ સરકાર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
કોરોના નિમિત માત્ર, બીજા રોગોએ વિસંગતતા ઉભી કરી છે
કોરોના ની પરિસ્થિતિ માં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ ખરી વાસ્તવિકતા એ પણ છે કે અન્ય રોગ એટલે કે કોમોરબીડ દર્દીઓ હોવા થી પણ તેમનું મૃત્યુ નિપજ્યું છે.જેથી કોરોના થી મૃત્યુ થયેલું હોય તેવું ન આંકી શકાય. ત્યારે સરકારનું માનવું છે, એ હાલ જે રીતે બીજા રોગો દ્વારા લોકોના મૃત્યુ નિપજ્યા છે તેનાથી અનેક વિસંગતતાઓ ઊભી થઈ છે અને કોરોના માત્ર નિમિત્ત બન્યું છે ત્યારે જે રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેમાં એ સ્પષ્ટતા કરવામાં આવેલી નહીં હોય કે જે લોકોના મૃત્યુ નિપજયું છે તે કોરોનાથી થયું છે કે અન્ય કોઈ રોગથી.