વાહનોના ધુમાડાથી પ્રદુષણમાં 20 થી 22 ટકાનો વધારો થઈ રહ્યો પર્યાવરણને બચાવવા મોદી સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
દેશમાં પ્રદુષણની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે પ્રદુષણની સમસ્યાનું નિરાકરણ લાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા તબકકાવારે અનેક પગલાઓ લેવાય રહ્યા છે તાજેતરમાં આવા જ એક પગલાના ભાગરૂપે દેશમાં આગામી વર્ષથી માત્ર બીએસ 6 વાહનો જ વેચાણ માટે મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની માહિતી આપતા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક ટવીટ્માં જણાવ્યું હતુ કે દેશમાં થતા પ્રદુષણ માટે 20 થી 22 ટકા વાહનોમાંથી નીકળતા પ્રદુષિત હવા જવાબદાર છે.
જાવડેકરે એક ટવીટ કરીને જણાવ્યું હતુ કે દિલ્હીમાં બીએસ-6 ઈંધણ શરૂ કરવામાં આવ્યું છે. આવતા તમામ વાહનોમાં બીએસ 6 ઈંધર વેચાશે સરકારના આ નિર્ણયની છેલ્લા 20 વર્ષમાં વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે નકકર કામગીરી થઈ નથી તે આગામી સમયમાં કરી શકશે હાલનાં 60 હજાર જેટલા દિલ્હીમાં પ્રવેશી શકતા નથી જાવડેકરે વધુમાં જણાવ્યું હતુ કે પ્રદુષણએ માત્ર દેશની રાજધાનીની જ સમસ્યા નથી પણ વિશ્ર્વના અન્ય ભાગોમાં પણ એક મહાકાય સમસ્યારૂપ છે.
પ્રદુષણ માત્ર દિલ્હીમાં નથી વિશ્ર્વના અનેક દેશોમાં ઘણા પ્રકારના પ્રદુષણ છે આ વાહનો દ્વારા નીકળતા ઝેરી ધુમાડાનો પ્રદુષણમાં 20 થી 22 ટકાનો ફાળો છે તેમ જણાવીને જાવડેકરે તેના ટવીટમાં વધુમા ઉમેર્યું હતુ કે પ્રદુષણ સામે લડવું રોજીંદા કાર્યમાં સમાવવા દેશ સુધારાની દિશામાં ચાલી રહ્યું છે. પ્રદુષણના કારણે પંજાબ અને હરિયાણાના પાકમાં થતા દાઝમાં ઘટાડો થયો છે અને સુધારાની દિશામાં છીએ, દિલ્હીમાં બીજી એક મોટી સમસ્યા ઔદ્યોગીક પ્રદુષણની છે. જે માટે દિલ્હી નજીકાવેલા ઈટોના ભઠ્ઠા અમે બંધ કરાવી રહ્યા છે. તથા મોટા શહેરોમાં એક વૃક્ષની જગ્યાએ પાંચ વૃક્ષો વાવવાનું ધ્યેય રાખીને પર્યાવરણને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ તેમ જાવડેકરે તેના ટવીટમાં ઉમેર્યું હતુ.