રસીની “રસ્સાખેંચ” વચ્ચે આવતા થોડા સમયમાં વેક્સિનની પણ દાણચોરી થવા માંડે તો નવાઈ નહી !!
કોરોનાની રસી ઉપલબ્ધ કરાવવાને લઈ વિશ્ર્વભરનાં દેશો દ્વારા મથામણ થઈ રહી છે. મોટાભાગના દેશો દ્વારા રસીના ડોઝ માટે મસમોટા ઓર્ડરો પણ અપાઈ ચૂકયા છે. ત્યારે ભારતે પણ ૧૬૦ કરોડ ડોઝ મંગાવ્યા છે. પરંતુ આ રસ્સાખેંચ વચ્ચે રસીનીણ ‘દાણચોરી’ થાય તેવી દહેશત ઉભી થઈ છે. રસીને લઈ પાડોશી દેશ ડ્રેગ અનેકો દેશોને પોતાની તરફ ઝુકાવી રહ્યું છે. ચીન કોરોના રસીને મોટા જથ્થામાં વિકસાવી તેની નિકાસ કરવા પાછળ ઉંધા માથે થયું છે. અને આ માટે ચીનની સીનો બાયો ફાર્માસીયુટીકલે ૩૬૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે.
ઇન્ડોનેશિયા, તુર્કી, બ્રાઝીલ, ચીલી અને ફિલિપાઈન્સ સહિતના દેશોમાં પોતાની રસી “કોરોનાવેક” પહોંચાડવાની ચીનની તૈયારી: સ્મગલિંગનો ભય
ચીન દ્વારા ઝડપી રસી અન્ય દેશો સુધી પહોચાડવા કવાયત હાથ ધરાઇછે. ચીને આ માટે જાણે ‘છુપી રીતે’ ઈન્ડોનેશિયાને પ્રથમ રસીનો જથ્થો પહોચાડી પણ દીધો છે. જેની ભનક પણ થવા દીધી નથી ઈન્ડોનેશિયા ઉપરાંત, તુર્કી, બ્રાઝીલ, ચીલી અને ફીલીપાઈન્સ જેવા દેશો સાથે આ માટે કરાર પણ કરી લીધા છે. અને આ દેશોનાં દરિયાઈ વિસ્તારના માધ્યમથી જ ભારતમાં મોટાપાયે દાણચોરી થાય છે. ત્યારે આ રસીની રસ્સા ખેંચ અને તીવ્ર હરિફાઈ વચ્ચે વેકસીનેશનની પણ દાણચોરી ભારતમાં આવતા થોડા સમયમાં થવા માંડે તો નવાઈ નહિ !! ઓફીશ્યલ રીતે તો ઠીક પણ પાછલા દરવાજે રસીની રેસ જામે તેવી શકયતા છે.