અમેરિકા બાદ જર્મનીએ પણ રશિયાને ચેતવણી આપી: જર્મન ચાન્સેલર યુક્રેન બાદ રશિયાની મુલાકાત લઇ પોતાના નાગરિકોને પરત આવી જવા જણાવ્યું
અબતક, બર્લિન
ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે જે વિવાદો ચાલી રહ્યા છે તે હાલ ચરમસીમાએ પહોંચ્યા છે. એટલું જ નહીં બન્ને દેશો વચ્ચે યુદ્ધ થવાના ભણકારા પણ વાગી રહ્યા છે. આ તકે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે તે ન થાય તેના માટે વિવિધ દેશોએ મધ્યસ્થી કરવાની હાથ ધરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક રસિયા શાંતિ આપવા ન માનતો હોય તેઓ સામે આવ્યું છે. એક સમયે જેનાથી વિશ્વ યુદ્ધ થયા હતા તે જર્મની પણ અને સમજાવવા માટેના અનેક પ્રયત્નો હાથ ધર્યા છે એટલું જ નહીં જર્મનીના ચાન્સેલર આગામી રસિયા અને યુક્રેનની મુલાકાતે આવી રહ્યા છે અને પોતાના નાગરિકોને પરત લાવવા માટે પણ અપીલ કરી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે જર્મની દ્વારા વિશ્વ યુદ્ધ થયું હતું તે દેશ તુ રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેના યુદ્ધને ખાળી શકશે ખરા?
અમેરિકન પ્રેસિડન્ટ જોઈ બાઇડને વાલદમીર પુતીન સાથે 62 મિનિટ ટેલિફોનિક વાતચીત કરી, અને બંને દેશો વચ્ચે તણાવનો અંત લાવવા કહ્યું
જગત જમાદાર અમેરિકા પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ન થાય તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોઈ બાયડને રશિયાના વાલદમીર પુતિન સાથે 62 મિનિટ વાત કરી હતી. પરંતુ સૂત્રોનું માનવું છે કે જે, વાતચિત્ત બાદ યોગ્ય ઉકેલ આવવો જોઈએ તે હજુ પણ આવી શક્યો નથી. બંને દેશોના રાષ્ટ્રપતિ દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તે સહેજ પણ અસર કરતાં સાબિત થયો ન હતો. તે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ યુદ્ધ ના નિર્ણયને મોકો રાખવા માટે પણ જણાવ્યું હતું પરંતુ તે વાતને ધ્યાને લઇ રશિયાએ સહેજ પણ ગંભીરતા દાખવી ન હતી.
અમેરિકા, બ્રિટન બાદ જર્મની પણ હવે રશિયા ની જે યુદ્ધ કવાયત હાથ ધરવા માટે ના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં સામે આવ્યું છે. જર્મનના વાઇસ ચાન્સેલરે ત્યાં એ તાકીદ કરતા કહ્યું કે જો રશિયા દ્વારા યુદ્ધ કવાયત હાથ ધરાશે અને જો યુદ્ધ કરવામાં આવશે તો તેના પરિણામો માનવજાત માટે ખૂબ જ જોખમી અને ઘાતક હશે તેટલું જ નહીં રશિયાએ પણ આ સ્થિતિનું ભાગીદાર બનવું પડશે. હાલના સમયે રશિયાએ આશરે એક લાખ જેટલા સૈનિકો ના રૂપ ને યુક્રેન બોર્ડર પાસે તૈનાત કરી દીધા છે જે પણ સૂચવે છે કે રસિયા યુદ્ધ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. એક સ્થિતિ એવી પણ સામે ઊભી થઈ છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ કવાયત હાથ ધરાશે તો બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ માઠી અસર નો સામનો કરવો પડશે.
હાલના તબક્કે રશિયાએ યુક્રેન બોર્ડરને ઘેરી લીધી છે અને રશિયાએ પોતાના 30 જહાજો સમુદ્રમાં ઉતાર્યા છે. હાલના તબબકે રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. એટલુંજ નહીં રશિયાએ 550 વધુ આર્મી ટેન્ટ ઉભા કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે રશિયા અને યુક્રેન નો મુદ્દો ક્યાં અને કેવી રીતે ભારે પડશે અને હાલ અમેરિકા બાદ જે જર્મની ફરી મેદાને આવ્યું છે ત્યારે શું રશિયા યૂક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે કે કેમ ?