પરંપરાગત બેંકોએ વિકસિત થવું હોય તો બદલાવ લાવો ખૂબ જ જરૂરી
સમગ્ર વિશ્વ ડિજિટલ ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિ પણ જોવા મળી રહી છે આ તકે જે પરંપરાગત બેંકો પોતાની ધાબુ મુજબ કાર્ય કરે છે તેમના કદાચ અસરો પડી જાય તો નવાઈ નહીં. આ પાછળ સૌથી મોટું કારણ એ છે કે હાલ દરેક બેંકો ડિજિટલ તરફ પોતાનો ઝુકાવ વધાર્યો છે અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન માં તેઓ સહભાગી થયા છે વર્ષો જૂની પરંપરા અને કાર્યપદ્ધતિ જે બેન્કો દ્વારા અપનાવવામાં આવતી હતી તેમાં ધરખમ ફેરફારો કરવામાં આવેલા છે. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે જે બેંકો અથવા તો ઓપરેટિવ બેંકના લોકોને ધિરાણ પૂરું પાડતી હોય તે બેન્કોએ ડિજિટલ ને અપનાવવું પડશે તો જ તેઓ લાંબા સમય સુધી ટકી શકે છે.
ખાનજી અથવા તો સરકારી નાણાકીય સંસ્થા પણ દિનપ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતે વધુ સમૃદ્ધ થઇ રહ્યા છે ત્યારે પરંપરાગત બેન્કોએ પણ આ બદલાવને અપનાવવો ખૂબ જ જરૂરી છે. આપ તમામ પ્રકારની બેંક ઓછો ડિજિટલમાં ઝંપલાવશે તો તેનો સીધો ફાયદો બેંક અને તેના ગ્રાહકોને પહોંચશે સામે ગ્રાહકોના સમયમાં પણ ઘણો ખરો બચાવ પણ હશે જે હવે ના સમયની સૌથી મોટી માંગ છે. એક તરફ વિશ્વ આખું તેના બેંકના ગ્રાહકોને ઘરે બેઠા બેન્કિંગ ફેસીલીટી આપવા માટે તત્પર બની રહ્યું છે તો સામે જે પરંપરાગત બેંકો છે તે આ પ્રકારની સુવિધા હજુ પણ તેમના ગ્રાહકોને આપી શકી નથી.
નાણાકીય સંસ્થા ના તજજ્ઞોનું માનવું છે કે જે રીતે બેંકોમાં ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે તેને અનુસરવામાં પરંપરાગત બેંકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે બીજું સૌથી મોટું કારણ એ છે કે તેઓ મોનોલેથીક પતિને અપનાવી રહ્યું છે સાથોસાથ વારસાગત રીતે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું છે તેને અનુસરી સતત કાર્ય કરે છે પરંતુ જો આ જ સ્થિતિ લાંબા સમય સુધી ચાલતી રહેશે તો કદાચ આ તમામ બેંકોના દરવાજા બંધ થવાની પણ ભીતિ જોવા મળે છે.
પરંપરાગત બેંક ઓફ જો કલાઉડ ડેટા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો તેનો સીધો જ ફાયદો બેંક અને તેના ગ્રાહકોને મળશે. બીજી સૌથી મોટી વાસ્તવિકતા તો એ છે કે ઘણી પરંપરાગત બેંકો આ ક્રાંતિને અપનાવવા માટે વિચાર કરી રહી છે તો ઘણી બેન્કો ને કોઈ પણ પ્રકારનો લાભ આ પદ્ધતિને અપનાવવાથી નથી મળતો તેઓ પણ માની રહી છે પરંતુ વૈશ્વિક માંગતો એ છે કે દરેક નાણાંકીય સંસ્થાઓ ડિજિટલ અને ટેકનોલોજીને અપનાવે જેથી તેનો સીધો જ ફાયદો દરેકને મળી શકે.
ડિજિટલ ક્રાંતિ માટે બીજો સૌથી મોટો મુદ્દો એ પણ છે કે આ સ્થિતિને અપનાવવા માટે બેન્કોએ થોડા ઘણા અંશે રોકાણ પણ કરવો પડે છે પણ જો બેંકો રોકાણ કરવામાં સાનુકૂળતા અનુભવતા હોય તો તેમના માટે ડિજિટલ ક્રાંતિ સર્જવી સરળ બની રહેશે પણ સામે એ જોવું પણ એટલું જ જરૂરી છે કે જે નાણાકીય સંસ્થાઓ આ બદલાવને અપનાવવા માગે છે તેઓએ ખરા અર્થમાં એક સ્ટ્રેટેજી નું નિર્માણ કરવું પડશે જે મુજબ તેઓએ કલાઉડ સર્વિસ પ્રોવાઇડર શાહિદ અનેક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. ટેકનોલોજીના તજજ્ઞોનું માનવું છે કે જે બેંક આ મોડલને અપનાવવા માટે સફળતા પ્રાપ્ત કરશે તેમના માટે સૌથી મોટી વાત તો એ છે કે દેવો આ પ્લેટફોર્મ થકી સારું એવું ગવર્ણન્સ મોડલ પણ અપનાવી શકશે જેથી કોઈપણ પ્રકારનો વ્યવહાર સુચારુ રૂપથી શક્ય બની શકે.