સરકાર દ્વારા ૧૬ એપ્રિલથી રાજ્યભરમાં અમલ : સાત જ દિવસમાં  બાંધકામ મંજૂરી

રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ આગામી ૧૬ એપ્રિલથી મોરબી સહિતની તમામ નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારમાં બાંધકામ પરવાનગી ફરજીયાત પણે ઓનલાઇન પદ્ધતિથી સ્વીકારી ફક્ત સાત જ દિવસમાં મંજૂરી આપી આ નક્કી કર્યું છે અને બાંધકામ પરવાનગીની કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે.

રાજ્યમાં બાંધકામ પરવાનગીમાં પારદર્શક, ઝડપ અને સરળીક્રણ લાવવાની જરૂરીયાત જોતા રાજ્યનાં મોટા શહેરો તથા અલગ અલગ નગરપાલિકાઓમાં એકસરખી નિતિગત પદ્ધતિ અપનાવા કોમ્પ્રિહેનસીવ જીડીસીઆર લાગુ કરવામાં આવેલ સાથો સાથ બાંધકામની અરજીઓની ચકાસણી ટેકનોલોજીનો ઉપયોગ કરી આપવામાં આવે તો બાંધકામ પ્રવૃત્તિમાં શિથિલતા દુર થાય. પરવાનગી આપવાની પધ્ધતિ પારદર્શક અને ઝડપી બને તે માટે ઓનલાઇન બિલ્ડીંગ પરમિશનની વ્યવસ્થા કરવી અનિવાર્ય છે ભારત સરકારશ્રીનાં ડીપાટંમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન દ્વારા ઇઝ ઓક ડુઇંગ બિઝનેસ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સહીત દેશના તમામ રાજ્યોમાં બાંધકામનો નકશાઓની ઓનલાઇન ચકાસણી થઇ વિકાસ પરવાનગી મળે તે પ્રકારની વ્યવસ્થા કરવાનુ પણ સુચન છે.

સંદર્ભ અને (૨) હૈઠળનાં પરિપત્રથી રાજ્યની તમામ મહાનગરપાલિકા. નગરપાલિકાઓ અને શહેરી, વિસ્તાર વિકાસ સત્તામડળોને વિકાસ પરવાનગી અને બાંધકામ વપરાશ પરવાનગીની ઓનલાઇન અરજીઓ કરવા જણાવેલ હવે અગાઉની સુચનાઓ ઉપરાંત માત્ર અરજી નહી પરંતુ ઓનલાઇન ચકાસણીની પણ જરૂરીયાત છે તે ધ્યાને લઈ રાજ્યના તમામ શહેરોમાં એટલેકે. મહાનગરપાલિકા, નગરપાલિકા શહેરી  વિસ્તાર વિકાસ સત્તામંડળમાં સાથે એકજ પદ્ધતિથી પરવાનગી મળે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

અગાઉ રાજકોટ, ભાવનગર, વડોદરા, અમદાવાદ. ગાંધીનગર. જામનગરમાં મહાનગરપાલિકા,  નગરપાલિકા અને તેમના સત્તામંડળોનાં આર્કીટેકટ,  એન્જીનિયર્સ, ડેવલપર્સનાં પ્રતિનિધિઓને ઈંઋઙ પર અરજી કરવા, ઓનલાઇન ચકાસણી માટે કઈ રીતે નકશાઓ બનાવવા તે અંગેની તાલિમ આપવામાં આવેલ સદર તાલિમામાં અરજી કરવાની પધાતિ તેમજ અરજીઓ પરત્વે ચકાસણી માટેની કરવાની કાર્યવાહી પણ તાલિમમાં સમજણ આપેલ

હવે રાજ્યમાં એકસાથે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને શહેરી / વિસ્તાર વિકાસ સત્તામડળોમાં ઓનલાઇન બિલ્ડીંગ બાંધકામ પરવાનગીનીં વ્યવસ્થા લાગુ કરવાની છે. જે અવયે નીચે દર્શત્યા મુજબની બાંધકામ પરવાનગીની વ્યવસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓ – સંસ્થાઓમાં કામગીરી કરવાની રહેશે.વિકાસ પરવાનગી માટેની અરજી અરજદાર ઓનલાઇન પોર્ટલ પર કરી શકશે તે માટેની કાર્યપદ્ધતિ. અરજીનો નિયત નમુનૌ પોર્ટલ પરથી મળી શકશે. અરજી સાથે પોર્ટલ પર દર્શાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજો જોડવામાં રહેશે અને અરજી તેમજ અન્ય પુરાવા સાથે નિયત નમુના મુજબ ઓટોકેડ નકશો તૈયાર કરી જોડવાનો રહેશે. નકશો તૈયાર કરવાનો નમૂનો ઉદાહરણ રૂપી ડ્રોઇંગ ફાઇલ  તથા તેને તૈયાર કરવા માટેનું સોફ્ટવેર ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તે ડાઉનલોડ કરી શકાય છે.

દરેક અરજદાર દ્વારા બાંધકામ માટેનાં પ્લોટોનાં ક્ષેત્રફળ, હદ અને ગામો અને સ્થળ સ્થિતી માટે વેબસાઈટ પરનાં નિયત નમુનામાં સ્વપ્રમાણીત પ્રમાણપત્ર આપવાનું રહશે બાંધકામ યુનિટ (પ્લોટ) નાં હદ અને માપ તેમજ સ્થળ સ્થિતીની ચકાસણી સબંધિત કચેરીતા સંબધિત અધિકારીએ અરજી પ્રાપ્ત થયે થી બે દિવસોમાં તેઓનો રીપોર્ટ. બાંધકામ યુનિટનાં આખરી  ઓપ ક્ષેત્રફળ,કપાત વગેરેની માહિતી અરજદારને મળી રહે તે માટે નિયત સમયમાં એટલેકે બે કામકાજી  દિવસને અને તાત્કાલિક વેબસાઈટ ઉપર અપલોડ કરવાનો રહેશે અને નોડલ સાથે જરૂરી સંકલન કરી બાંધકામ એકમનાં માપ  ક્ષેત્રફળ કપાત અંગેની માહિતી આપવાની રહેશે.અને જે તે અરજદારને સાત દિવસમાં મંજૂરી આપી અગર ના મંજુર કરવામાં આવે તો તેની જાણકારી પણ ઇમેઇલ મારફત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.