અમે પરંપરાગત માન્યતાઓ તોડવા માંગતા નથી: એ.પદ્મકુમાર
વડી અદાલતે શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની તરફેણ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હવે સબરીમાલા મંદિર બે દિવસમાં માસિક પુજા માટે ખોલવામાં આવી રહ્યું છે. ત્રાવણકોર દેવશ્યમ બોર્ડ (ટીડીબી)એ આ માટે થાંત્રી પરિવારના સભ્યો સાથે પંડાલમાં એક મીટીંગ કરી જેમાં મહિલાઓના પ્રવેશ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દેશની વડી અદાલતે સમાજને લગતા અનેક મહત્વના ચુકાદા આપ્યા છે. જેમાંથી કેટલાક ચુદાકા એવા છે જે સમાજ હજુ સુધી પચાવી શકયો નથી. જેમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ આ ચુકાદાઓ માનો એક છે.
ઐયપ્પા ભકતો દ્વારા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં ૧૦ થી ૫૦ વર્ષની વયની સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશવાની મંજુરી આપવા આવી છે. ભારતના સંવિધાન અનુસાર ધર્મ, જાતી, સમાજ અને લીગના આધારે કોઈપણ વ્યકિત સાથે ભેદભાવ રાખી શકાય નહીં. આ મામલે સરકારે તેમજ સુપ્રીમ કોર્ટે અનેક સુધારા લાવવાના પ્રયત્નો કર્યા છે પરંતુ દરેક સુધારો સ્વીકારવા સમાજ હજુ તૈયાર નથી.
સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશવા પર પ્રતિબંધ હતો જોકે આ પ્રતિબંધને થોડા દિવસપહેલા સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે અને દરેક વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છુટ આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે હવે કેરળમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
આ અંગે કેરળના મુખ્યપ્રધાન પિનારઈ વિજયને જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસ મહિલા વિરોધી માનસિકતા ધરાવી રહ્યા છે. તેઓ માસિક ધર્મ સમયે મહિલાઓને રસોડામાં પણ ન જવા દે તેવી માનસિકતા ધરાવે છે. ડાબેરી પક્ષના વડાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને સંઘ એક ખોટી પરંપરાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે અને મહિલાઓને સુપ્રીમ કોર્ટે જે અધિકારો આપ્યા તેનાથી વંચિત રાખવા માંગે છે.
મહત્વનું છે કે ભગવાન અપપ્પાના હજારો ભકતો સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવા માંગતા નથી તો બીજી તરફ સરકારે કોર્ટના નિર્ણયને લાગુ કરવાનો ફેંસલો કરી દીધો છે. બે દિવસ પછી માસિક પુજા માટે ખુલશે ત્યારે હવે શું કાયદો સમાજની માનસિકતા બદલી શકશે કે કેમ તે એક પ્રશ્ર્ન છે.