અબતક, મુંબઇ
કોરોનાનો નવો વેરિયન્ટ એમીક્રોનના કેસો દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યા છે જેના પગલે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ને પણ રદ કરવામાં આવી રહી છે ત્યારે ભારત આફ્રિકા પ્રવાસે જઈ ત્રણ ટેસ્ટ મેચ રમવાની હતી ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લેતા બીસીસીઆઈ આફ્રિકા પ્રવાસ પોસ્ટપોન કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ત્રણ ટેસ્ટ મેચના બદલે ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ રમ છે તેઓ હાલ પ્રાથમિક ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે.
તરફથી સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉદભવી થાય છે કે કોહલી ની ટેસ્ટ બીસીસીઆઇએ તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે રમાવવા માંગે છે જો આફ્રિકા સામેની ટેસ્ટ થરાદ થાય તો આ સ્થિતિનું નિર્માણ શક્ય બની શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજો ટેસ્ટ મેચ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ પૂર્વે ભારતીય ટીમ તેના સાઉથ આફ્રિકા પ્રવાસ અંગે પણ સતત ચર્ચા કરી રહ્યું છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ મેચ બાદ ખેલાડીઓ સાથે તે અંગેના પ્રોટોકોલ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્રણ માંથી બેસ્ટ રમવાની સાથોસાથ વાઈટ બોલ મેચ જે રીતે નિર્ધારિત થયા છે તે મુજબ જ રમાશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.
બીજી તરફ બીસીસીઆઈ અને સાઉથ આફ્રિકાના બોર્ડે પણ એ વાત ઉપર સ્પષ્ટતા દર્શાવતા કહ્યું છે કે ટેસ્ટ મેચ પૂર્વે ત્રણ દિવસ વોમઅપ મેચ પણ રાખવામાં આવશે. આંકડાકીય માહિતી અનુસાર જો ભારત ત્રણ ટેસ્ટ મેચ સાઉથ આફ્રિકા સાથે રમે તો કોહલીએ તેનું 100 મો ટેસ્ટ કેપટાઉન ખાતે રમશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બીસીસીઆઈ વિરાટને તેનો 100મો ટેસ્ટ ચેપોક ખાતે રમાડવા માંગે છે.