ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત ઐય્યરની જગ્યાએ ઋષભ પંતને સ્થાન : ભારતે બોલીંગમાં પણ શ્રેષ્ઠ પરર્ફોમન્સ કરવું જરૂરી
ભારત-ઈંગ્લેન્ડ સામેની ત્રણ વડે શ્રેણીની બીજી મેચ પૂણે ખાતે રમાઈ રહી છે. ભારતે પ્રથમ વન-ડે જીતી શ્રેણીમાં 1-0થી આગળ છે. આજે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડના સ્ટેન્ડ ઈન કેપ્ટન જોસ બટલરે ભારત સામે ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચમાં પૂણે ખાતે ટોસ જીતીને બેટીંગ લીધી હતી. ઈંગ્લેન્ડના નિયમીત કપ્તાન ઓઈન મોર્ગન ઈજાને લઈને શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે ત્યારે ભારતે આજે રમાઈ રહેલી બીજી મેચમાં 28 ઓવરમાં બે વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા છે. ગઈ મેચનો હિરો શિખર ધવન આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. એ ટોપ્લેની બોલીંગમાં બેન સ્ટોક દ્વારા 4 રન બનાવી આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા પણ 8મી ઓવરમાં સેમકરનની બોલીંગમાં 25 રન બનાવી આઉટ થઈ ગયો હતો. પ્રથમ વન-ડેની જેમ બીજા વન-ડેમાં પણ ઈંગ્લેન્ડને 300 પ્લસનો સ્કોર ભારે પડી જશે ? કેમ કે પિચ 300 રનની જ લાગી રહી છે. શરૂઆત ભારતની ખરાબ રહી હતી પરંતુ ભારતીય ટીમના કપ્તાન કોહલી અને લોકેશ રાહુલે ઈનીંગને સંભાળતા 66 રનમાં 50 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. જો ઈંગ્લેન્ડ આ મેચ હારી જાય તો શ્રેણીમાંથી પણ હાથ ધોઈ લેવા પડશે તે નિશ્ર્ચિત છે.
3 મેચની શ્રેણીમાં આજે પૂણે ખાતે બીજો વન-ડે રમાઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બટલરે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ભારતની શરૂઆત ખુબજ ખરાબ રહી હતી અને ગઈ મેચનો હિરો શિખર ધવન આ મેચમાં 17 બોલ વાપરી માત્ર 4 રન બનાવીને પેવેલીયન ભેગો થઈ ગયો હતો. ત્યારબાદ રોહિત શર્મા શેમકરનની બોલીંગમાં શોર્ટ ફાઈન લેગ પર આદીલ રાશીદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 5 ફોરની મદદથી 25 રન બનાવ્યા હતા. રોહિત મોટા સ્કોરમાં સેટ જણાતો હતો પરંતુ શરૂઆતને કનવર્ટ કરી શક્યો નહીં. ભારતીય ટીમના સ્ટાર યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર ગઈ મેચમાં ફિલ્ડીંગ કરતા ઈજાગ્રસ્ત થતાં સીરીઝમાંથી બહાર થઈ ચૂક્યો છે અને આ મેચમાં શ્રેયસ ઐયરના સ્થાને રૂષભ પંતને તક આપવામાં આવી છે. ભારત પ્રથમ વન-ડે 66 રને જીતી 3 વનડેની શ્રેણીમાં 1-0થી આગળ છે. આ લખાય રહ્યું છે ત્યારે 18 ઓવરના અંતે ભારતે 76 રન કરી 2 વિકેટ ગુમાવી છે. આ ક્રિઝ પર લોકેશ રાહુલ અને વિરાટ કોહલી બેટીંગ કરી રહ્યાં છે.