રાજકીય રોટલા શેકવાની નીતિના કારણે આંદોલન વરવું સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત
ખેડૂત સંગઠનોએ સરકારના પ્રસ્તાવોને સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ મડાગાંઠ ઉકેલવા સુપ્રીમ પણ મેદાને
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં સમર્થન આપવા માટે પંજાબના એક મોટા સંત બાબા રામસિંહ ગયા હતા. જેઓએ આંદોલન સ્થળે જ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ખેડૂતો અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ આંદોલન વરવું સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત સેવામાં આવી રહી છે. ટૂંકા ગાળા માટે પણ આ આંદોલન હિંસક બની શકે છે. ઘણા સમયથી શાંતિપૂર્ણ રીતે ચાલતા આ આંદોલનમા રાજકીય રોટલા શેકવાની નીતિના કારણે જાનમાલને નુકસાન થઇ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.
આંદોલન સ્થળ સિંધુ બોર્ડર પર સંત બાબા રામસિંહે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી તે પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે ખેડૂતોની વ્યથા બાદ પોતાની નિરાશાને વ્યક્ત કરી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મળ્યા હતા.
સૂસાઇડ નોટમાં બાબાએ લખ્યું હતું કે તેઓ ખેડૂતોની સ્થિતિ જોઇને અત્યંત દુ:ખી છે, કેન્દ્ર સરકાર ખેડૂતોનો આટલો વિરોધ અને યાતનાપૂર્ણ આંદોલન છતા તેમના પ્રત્યે ધ્યાન નથી આપી રહી અને અલગ જ પ્રકારનું વલણ અપનાવી રહી છે જે મારાથી નથી જોઇ શકાતું. બાબા રામસિંહ કર્નાલના રહેવાસી છે. તેઓએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે ખેડૂતો પર સરકારે જે ઝુલ્મ ગુજાર્યો છે તેના વિરોધમાં આ આત્મહત્યા કરી રહ્યો છું. ખેડૂતોનું દુ:ખ જોયું, તેઓ પોતાના હક માટે રસ્તા પર છે. બહુ જ દિલ દુ:ખ્યું છે, સરકાર ન્યાય નથી આપી રહી અત્યાચાર કરી રહી છે, અત્યાચાર કરવું પાપ છે અને તેને સહન કરવું પણ પાપ છે. કોઇએ ખેડૂતો પર થયેલા અત્યાચાર અને તેમના હક માટે કઇ જ ન કર્યું.
સરકારના પ્રસ્તાવન ખેડુત સંગઠનોએ સામુહિક રીતે અસ્વીકાર કરી સાથે સાથે જે ખેડુત સંગઠનો આ વિધેયકના વિરોધથી દુર રહ્યા છે. તેમની સાથે સમાતર ચર્ચાઓની પ્રક્રિયાને અટકાવવાના પ્રયાસો શરુ કરી દીધો છે. ખેડુત સંગઠન પાોલ દ્વારા મંત્રાલયના સંયુકત સચિવ વિવેક અગ્રવાલને કરેલા ઇ-મેલમાં જણાવાયું હતું કે આમ પણ અમે અગાઉથી જ ચર્ચાના વિવિધ તબકકાઓ દરમિયાન એવા સુચનો પર ચિંતા વ્યકત કરી હતી. આ કારણે જ અમે ૯મી ડીસેમ્બરે સરકાર તરફથી મળેલા મુસદ્દાનો કોઇ જવાબ આપ્યો નથી.
ખેડુત આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની દરમિયાન ગીરી તેમના માટે નૈતિક વિજય પરંતુ ખેડુતો સરકાર જયાં સુધી કૃષિ કાયદા પાછા નહિ ખેંચે ત્યાં સુધી દિલ્હીના સીમાડાઓ ઉપર પોતાનું આંદોલન ચાલુ રાખશે.
ખેડુત સંગઠનોને કરેલી માંગના કારણે કેન્દ્રની આ વિધેયકો પાછા ખેંચવામાં રસ નથી તેમણે જણાવ્યું હતું કે સમાધાનકારી સમિતિની રચના ત્યારે જ પરિણામદાયી બનશે જયારે આ કાયદાઓ રદ કરી નાખવામાં આવે અને નવી સમિતિમાં તમામ રાજકીય અને પ્રાદેશિક ખેડુત સંગઠનો ના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે
સુપ્રિમ કોર્ટની દરમિયાન ગીરી અને પોતાની પ્રતિક્રિયા વ્યકત કરવાની અપેક્ષા વચ્ચે એવું દર્શાવવામાં આવ્યું હતું. કેન્દ્રના કાયદાઓ ખેડુતની આવક પર પ્રતિકુલ અસર કરશે.
સુપ્રિમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓના બંધારણની માન્યતાઓ પર નિર્ણય કરી શકે છે. પરંતુ આ કાયદાઓ વ્યવહારિકતા અને અપેક્ષાઓ નકકી કરવા ન્યાયતંત્રનું કામ નથી. આ બાબત ખેડુતો અને નિયુકત કરેલા નેતાઓનું કામ છે સુપ્રિમ કોર્ટની અઘ્યક્ષતાવાળી વાતચીત ખેડુતોને મંજુર નથી.
ખેડૂત સંસ્થાની ગેરહાજરીને કારણે સમિતિની રચના ટળી
વિરોધ કરવાનો ખેડૂતોને અધિકાર પણ રસ્તો યોગ્ય નથી: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટમાં ખેડુૈત આંદોલનને લઇ ચાલતી સુનાવણી હાલ ટળી છે કોર્ટમાં કોઇપણ ખેડુૈત સંગઠન હાજર નહીં રહેતા સમિતિ અંગેનો નિર્ણય ટળ્યો હતો. સુપ્રીમે જણાવ્યું કે અમે ખેડુૈતો સાથે વાત કરીને જ નિર્ણય લેશું, આગળની સુનાવણી સુપ્રીમની હવે બીજી બેંચ કરશે. સુપ્રીમ કોર્ટમાં હવે શિયાળુ વેકેશન પડયુેં છે એટલે હવે આગળની સુનાવણી વેકેશન બેંચ સમક્ષ હાથ ધરાશે.
ચીફ જસ્ટીસે જણાવ્યું કે સરકારે હાલના નવા કૃષિ કાયદાના અમલને રોકવા માટે વિચાર કરવો જોઇએ જો કે એ માટે સોલીસીટર જનરલે વિરોધ કર્યો ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું કે આ અંગે કરે આ કેસની આવતા સ્પ્તાહે વધુ સુનાવણી થશે.