વિસાવદર તાલુકાના સરસઇ, ચાપરડાને જોડતા રસ્તાનું  કામ અધુરૂ:તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા ગ્રામજનોની માંગ

વિસાવદર તાલુકાના વિવિધ રસ્તાઓ જાણે અધુરા જ રાખવાના સમ ખાધા હોય એમ જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓની અણ આવડત કે પૂર્ણ કરવાની નીતી નથી એવું લાગી રહ્યું છે.

વિસાવદર મેંદરડાનો રસ્તો અડધો બનાવી, કેમ કામ અટકી ગયું એ પણ ચર્ચામાં છે. વિસાવદર બિલખા રોડને તો કોરોના થઇ ગયો હોય એવું લાગે છે. તો ગ્રામ્ય વિસ્તારમાંથી એક યુવાન હિતેશ પટેલે સરસઇ, ચાપરડા રોડની પોતાની વાત રજુ કરેલ છે. કે છેલ્લા કેટલાય સમયથી આ રતો અધુરો કેમ મુકેલ છે. તે સમજાતું નથી. કેમ કે આ રસ્તા ઉપર ભારે સ્થાનીક લોકોની અવર જવર હોય છે પણ ડામર પેવર નથી બનેલ તો સ્થાનીક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવોડ પડે છે. એટલે તાત્કાલીક ધોરણે આ કામ શરુ કરવા સરસઇ અને ચાપરડારના લોકોની માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.