એક વર્ષ પછી પામતેલની આયાત ધમધમશે !!!

ખાધ તેલ ભડકે બળતાં ભાવોમાં રાહત થાય તેવા સમાચારમાં સરકારે એક વર્ષ પછી રીફાઇન્ડ પામ તેલની આયાત કરવાનું નિર્ણય કર્યો છે. વિશ્ર્વમાં સૌથી મોટાં પામ તેલના આયાતકાર દેશ તરીકે ભારતનું નામ આવે છે. ભારતમાં ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પામોલીનની આયત થાય છે. ભારતે રીફાઇન્ડ પામ ઓઇલની આયાતને છ મહિના માટે અગાઉ મંજૂરી આપી હતી અને ત્યારબાદ રીફાઇન્ડ પામ તેલ પર આયાત કરને ત્રણ મહિના માટે 5.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દેવાયું છે. જેથી સ્થાનિક ખાધ તેલના ભાવ નીચા આવી શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા પામોલીન સહિતના તેલોની આયત ડ્યુટી ઘટાડવામાં આવતા એક વર્ષ પછી પામોલીનની આયાત શરૂ થતાં ખાધ તેલના ભડકે બળતાં ભાવો કાબૂમાં આવશે. ઇન્ડોનેશિયા અને મલેશિયાની રિફાઇનરીઓમાંથી પામોલીન તેલની 70,000 ટનની આયાતનો માર્ગ મોકળો બન્યો છે. છ મહિના માટે આયાત રસ્તો ખોલવા માટે પામોલીન તેલની આયાતને ત્રણ મહિના માટે 5.5 ટકા થી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે. પામોલીન તેલની આયાતનો માર્ગ મોકળો થતાં ખાધ તેલના ભાવો કાબૂમાં આવશે. આ વખતે પણ પ્રારંભિક વરસાદ ખેંચાતા કપાસ અને તેલીબીયા વાવેતર પર સંકટ વાદળો ઘેરાતાં ઘર આંગણે ખાધ તેલ મોંઘુ થાય તેવા સંજોગો વચ્ચે સરકારની સમયસર પામોલીનની આયાત કરવાનો નિર્ણય ઉપભોગતાઓ અને ખાસ કરીને તેલના ભાવથી કળકળતી ગ્રહિણી માટે રાહતરૂપ બનશે.

ખાધ તેલના વેપારી સનવિન ગૃપના ચીફ એક્ઝીક્યુટીવ સંદિપ બજારીયાનું કહેવું છે કે પૂરવઠા અને માંગને જોતા પામ તેલમાં નિકાસકાર દેશોએ કિલોએ 30 રૂિ5યાનો વધારો કરી દીધો છે. ભારતમાં તેની અસર જોવા મળી રહી છે. રિફાઇન્ડ પામની આયાત વધુ સરળ બની રહી છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાથી મહિનામાં દોઢ લાખ ટન પામની ખરીદી શક્ય બનશે. માંગ અચાનક ઉછાળાના કારણે ભાવ વધારાને પણ મંજૂરી આપવામાં આવી છે. ખાધ તેલને કાબૂમાં રાખવા માટે સરકારે પામતેલની આયાત પર કરેલો ભરોસો કેટલો કારગત નિવડશે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ પામની આયાત અને સરકાર દ્વારા આપેલી છૂટ તેલના ભાવમાં રાહતરૂપ બને તેવું નિષ્ણાંતો માને છે.

પામની આયાત થવાથી તહેવારો પર લોકોને થોડા ઘણા અંશે ફાયદો થશે: સમીર શાહ (રાજમોતી ઓઇલ મીલ)

SAMIR SHAH

રાજમોતી ઓઇલ મીલના સમીર શાહે ‘અબતક’ સાથે વાત કરતાં  જણાવ્યું હતું કે, પામતેલની એક વર્ષ બાદ સરકારે આયાત કરવાની છુટ આપી છે તેને લઇ હાલ કોઇ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો દેખાશે નહીં. પરંતુ જો આવનાર સમયમાં તહેવારો આવી રહ્યાં છે. ત્યારે ખાદ્યતેલમાં પામ આવવાથી થોડા ઘણા અંશે લોકોને ફાયદો થશે હાલ સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ આસામાને પહોચ્યાં છે. આ વર્ષે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. પરંતુ છેલ્લા કેટલા અઠવાડીયાથી વરસાદ પાછો ખેંચાવાના કારણે મગફળીના વાવેતર પર ખતરો મંડાઇ રહ્યો છે જો આવનારા સમયમાં વરસાદ થશે અને મગફળીનો પાક સારો રહેશે તો ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોઇ શકશે. સરકાર ખાદ્યતેલના ભાવ પણ ઘટાડો  લાવવા પ્રયાસો કરી રહી છે. સરકારે આયાત ડયુટી પણ ઘટાડી છે અને નિકાસ પર નિયંત્રણ રાખી ભાવ ઘટાડવા પ્રયાસો કરે છે.

ખેડુતોને તેલીબીયાનું વાવેતર ઉત્પાદન વધારવા સરકારની ‘સમજાવટ’: મનીષભાઇ (શ્રી ગીતા ઓઇલ મીલ)

shree gita oil

‘અબતક’ સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન ગીતા ઓઇલ મીલના મનીષભાઇએ જણાવ્યું હતું કે અગાઉ પણ પામતેલની આયાત કરવામાં આવી હતી. એક વર્ષથી પામતેલની આયાત બંધ હતી જે હવે સરકારે આયાત કરવાની છૂટ આપી છે. પામતેલની આયાતથી ખાદ્યતેલના ભાવ ઉછાળામાં કોઇ ખાસ ફાયદો થશે નહી વરસાદ ખેંચાવાના કારણે માંડવીના પાક પર ખતરો છે. જેના કારણે આવનારા સમયમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઉછાળો આવે તેવી શકયતા છે. સરકાર પાસે ગયા વર્ષની મગફળીનો મોટો પ્રમાણમાં જથ્થો છે. ત્યારે સરકાર તે મગફળી મીલ માલીકોને હાલની કિંમત પ્રમાણે જો આપશે તો ભાવ સ્થિર રહેશે. પરંતુ જો મગફળીમાં પણ ભાવ વધારો કરશે. તો તેલના ભાવમાં પણ ઉછાળો આવવાની ભીતી છે. સરકાર દર વર્ષે ખાદ્યતેલના ભાવમાં આવતા ઉછાળાને નિયંત્રણ કરવા પ્રયાસો કરી રહી છે. જેમાં રસકાર દ્વારા ખેડુતોને તેલીબીયાનું વધુને વધુ ઉત્પાદન કરે તે માટે સમજાવવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.