ગ્રાહકોને સમયસર મિલકત મળે તે જરૂરી પરંતુ આવા નિયમોના બહાને બિલ્ડરો ઉપર ભારણ વધશે : નવા પ્રોજેકટોને પણ અસર થાય તેવી પુરી સંભાવના
આગામી ૧લી મેી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ રેરા લાગવાનો છે. જેમાં બિલ્ડરો માટે કડક નિયમો લાદવામાં આવ્યા છે. એક તરફ લોકોને અર્ફોડેબલ હાઉસીંગ અને ઘરના ઘર માટેના પ્રયાસો હા ધરવામાં આવે છે. તો બીજી તરફ રેરા જેવા કડક કાયદાની અમલવારીના કારણે બિલ્ડરો અને લેન્ડ ડેવલોપરોને ઘણી અડચણોનો સામનો કરવો પડશે.
લોકોને સમયસર પોતાની મિલકત મળી રહે તે નિયમોની અમલવારી જ‚રી છે પરંતુ આવા નિયમોના નામે બિલ્ડરોને બાનમાં લેવાની પ્રવૃતિ યોગ્ય ગણી શકાય નહીં. રેરામાં કહેવામાં આવ્યું છે કે, બિલ્ડરોએ ૭૦ ટકા જેટલી રકમ અનામત રાખવી પડશે. જો બાંધકામ માટે રકમ જ અનામત રાખવામાં આવે તો પછી ખર્ચ કેવી રીતે કરવો તે મહત્વનો મુદ્દો છે. આવા નિયમોના કારણે બિલ્ડરો પરનું ભારણ વધશે અને નવા પ્રોજેકટની શ‚આત પણ ઘટે તેવી પુરેપુરી સંભાવના છે. ગ્રાહકોને ફાયદો મળી રહે પરંતુ જો નવા પ્રોજેકટ જ શ‚ ન ાય તો શું કરવું તેવા પ્રશ્ર્નો પણ ઉભા વાના છે.
રેરામાં સમાવવામાં આવેલા ઘણા બધા નિયમો અયોગ્ય હોવાના કારણે બિલ્ડરો ઉપરનું ભારણ વધવાનું છે. સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓોરીટી દ્વારા પ્રોજેકટના પ્લાન, લે-આઉટ, સરકારની મંજૂરી વગેરે બાબતે નિયમોમાં સખતી વર્તવામાં આવી છે. એક તરફ બિનખેતી કરવાી લઈને વિવિધ સરકારી કાર્યવાહીમાં લાંબો સમય ચાલ્યો જાય છે ત્યારે બીજી તરફ નવા કાયદાઓના કારણે મુશ્કેલીમાં હજુ પણ વધારો શે. રેરાની અમલવારીી અર્ફોડેબલ હાઉસીંગની યોજનાને પણ અસર પડે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ કાયદામાં બિલ્ડરો ઉપરનું ભારણ વધારવામાં આવ્યું છે અને આ ભારણના કારણે નવા પ્રોજેકટો ઉપર પણ અસર શે.
પ્રોજેકટની શ‚આતમાં ગ્રાહકો પાસેી ઉઘરાવવામાં આવેલી ૭૦ ટકા રકમ અલગ અકાઉન્ટમાં રાખવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે જો મોટાભાગની રકમ ઉપયોગમાં ન લઈ શકાય તો પ્રોજેકટ માટે ‚પિયાનું ભારણ કેમ હળવું કરવું તે પણ પ્રશ્ર્ન બની રહેશે. આ બાબતે ઘણા બિલ્ડરોનું પણ કહેવું છે કે, રેરાના નિયમોમાં પણ ઘણા ફેરફારોની જ‚ર છે. કારણ કે જો નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં બાંધકામ ક્ષેત્રને નકારાત્મક અસર પડશે.