- ખંઢેરીમાં રમાનારી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ, સિરીઝ જીવંત રાખવાની તક
- ટોસ મહત્વપૂર્ણ સાબીત થશે: જેે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બોલીંગ પસંદ કરે તેવી શક્યતા
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ટી20 મેચની સિરીઝ ચાલી રહી છે જેમાં આજે તો ટી20 રાજકોટના ખંઢેરી ખાતે રમવા જઈ રહ્યો છે. બંને ટીમો માટે આ મેચ અત્યંત ઉપયોગી નીવડશે કારણ કે હાલની સ્થિતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા બે મેચ જીતી ચૂક્યું છે જ્યારે ભારત એક મેચ જીત્યું છે જો ભારત આજનો રાજકોટ ખાતે નો મેચ જીતે તો ફરી સિરીઝ જીવંત રહેશે અથવા તો દક્ષિણ આફ્રિકા સામે જીતે તો તે સીરીઝ જીતી લેશે. આજનો મેચ અત્યંત મહત્વપૂર્ણ મેચ સાબિત થશે.
બીજી તરફએ ઉપર પણ શંકા છે કે આજના ટ્વેન્ટી20 મેચમાં વરસાદ વેરી ન બને અને જો વરસાદ વેરી બનશે તો મેચને ધમરોળી નાખે તો નવાઇ નહીં. મેચના આગલા દિવસે બંને ટીમો દ્વારા આખરી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ભારત માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેને બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં એક સુર લાવવો પડશે જો તે લાવવામાં સફળતા છે તો તે દક્ષિણ આફ્રિકાને ખૂબ સરળતાથી માત આપી શકશે.
ટી20 મેચની ત્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતને જે સારું એવું સુકાનીપદ મળવું જોઈએ તે મળી શક્યું નથી ત્યારે રિસભ પંત કે જે હાલ ટીમનું સુકાની પદ સંભાળી રહ્યા છે તેમના ઉપર પણ સૌથી મોટી જવાબદારી નો ભાર છે.
આજનો મેચ તેમના માટે ટેન્ડર પ્રેશર મેચ હશે અને તેમાં તે કેવી રીતે પોતાની કુનેહનો ઉપયોગ કરે છે એ પણ જોવાનું રહ્યું. એટલું જ નહીં રિષભ પંત અને તેની ટીમ કરવામાં આવેલી ભૂલોને સુધારવી ખૂબ જ જરૂરી છે કારણ કે અમે ભારત માટે અત્યંત મહત્વનો મેચ છે.
સીતારામ લોકો ની દ્રષ્ટિએ જોઈએ તો અઢી વર્ષ બાદ રાજકોટને એક આંતરરાષ્ટ્રીય મેચ મળ્યો છે. લોકોમાં પણ એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળે. પરંતુ આ ઉત્સાહ ત્યાં સુધી જ સિમિત રહેશે જ્યાં સુધી વરસાદ વેરી ન બને અને જો વરસાદ આજના મેચમાં દેશને તો લોકોનો ઉત્સાહ પણ મરી જશે. પોતાના પસંદગીના ખેલાડીઓ ને નજરે નિહાળવા માટે લોકોમાં એક અલગ જ લાગણી અને જુસ્સો જોવા મળી રહ્યો છે.
રાજકોટની ક્રિકેટ બેટિંગ પેરેડાઇઝ હોવાથી જો મેચ રમાશે તો કરાનો વરસાદ થશે.
ભારતીય ટીમ માટે સૌથી જરૂરી એ છે કે આફ્રિકાના ડેવિડ મિલર કે જે ટીમ માટે ડીલર સાબિત થઇ શકે છે તેને નિયંત્રણમાં રાખવો અને વહેલા સર તેને આઉટ કરવો જો કરવામાં તે સફળતા હાંસલ કરશે તો ભારતનો વિજય નિશ્ચિત બની શકે છે. સામે એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો વરસાદ વર્ષ તે અને એક પણ બોલ નહીં થાય તો દર્શકો દ્વારા જે ટિકિટ ખરીદવામાં આવી છે તે નાણાં તેઓને પરત આપવામાં આવશે. હાલ રાજકોટમાં ક્રિકેટ પીવા આસમાને આંબી ગયો હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.
ઈન્ડિયન ટીમના ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન પાસેથી ઘણી આશા રહેશે. ત્રીજી મેચમાં જેવી રીતે તેણે પાર્ટનરશિપ નોંધાવી હતી, એને જોતા ભારતીય ટીમને એક સારી શરૂઆત મળી હતી. ઉલ્લેખનીય છે કે ચોથી મેચમાં ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.
જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરશે. બોલિંગ દરમિયાન ભુવનેશ્વર કુમાર અને અક્ષર પટેલની જોડી પાસેથી વિકેટ લેવાની આશા વધી જશે.