પાટીદાર અનામત આંદોલન મારફતે અનેક આગેવાનોએ રાજકીય રોટલા શેક્યા: ચૂંટણી નજીક છે ત્યારે એલફેલ બયાનબાજીથી સમાજના ભાગલા પડશે
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે અવાર નવાર વિવાદના વમળો સર્જાતા હોય છે. અનામત આંદોલન સામાજીક અને રાજકીય માળખાને વેરવિખેર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. આનંદીબેન પટેલના શાસનમાં રૌદ્ર ‚પ ધારણ કરી ચૂકેલું પાટીદાર અનામત આંદોલન રાજકીય લાભ ખાટવાના પ્રયાસમાં નબળુ પડી રહ્યું છે. આંદોલન મારફતે કેટલાક નેતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ રાજકીય રોટલા શેકયા છે. પાસના જ નેતાઓ વચ્ચે રાજકીય સંકલનનો અભાવ જોવા મળ્યો છે.
પાટીદાર અનામત આંદોલનના નેતાનો વ્યૂહ હંમેશાની રાજય સરકાર વિરોધી રહ્યો હોય તેઓ આપોઆપ વિપક્ષ એટલે કે કોંગ્રેસની પડખે જઈ રહ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસે પણ મત મેળવવા યેનકેન પ્રકારે પાટીદાર નેતાઓની હામા હા કરી જ છે. સમાજનો એક વર્ગ ભાજપની તરફેણમાં છે. જયારે કેટલાક અનામત મેળવવા વિપક્ષનો ટેકો લેવા ઈચ્છે છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ તરફ પોતાનો ઝુકાવ હોવાનો આડકતરો એકરાર કર્યો હતો. જયારે પાસના જ અન્ય નેતા આંદોલન ચાલુ રાખવા કોઈ પક્ષનો સહારો લેવા ઈચ્છતા નથી. કોંગ્રેસ એક તરફ ઓબીસી સહિતના વર્ગને અન્યાય ન કરવાનું ગાણુ ગાય છે. બીજી તરફ કયાં કેટલી અનામત માટે ટેકો આપશે તેનો ફોડ પાડતી નથી.એક રીતે જોઈએ તો પાટીદાર અનામત આંદોલન ભાજપ-કોંગ્રેસ વચ્ચે કચડાય રહ્યું છે. રાજકીય ગીધડાઓ પોત પોતાની રીતે પાટીદાર મતો મેળવવા એલફેલ નિવેદનો આપે છે. હાર્દિકને અગાઉ સરકારે જેલમાં ધકેલી આંદોલન ઠંડુ પાડવાનો પ્રયાસ કરી જોયો છે. તેના પર કેસનો સીલસીલો ફરીથી શ‚ થયો છે.ત્યારે આંદોલન કયાં જઈને અટકશે? આંદોલનનો ધ્યેય સધાશે? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.