દેશની ઇકોનોમીને ગતિ આપવા માટે સરકારે રાહતનાં પોટલા ખોલવાનું શરૂ થતો કર્યું છે. પરંતુ ખોલનારાની તાકાત કરતાં લેનારાની લાઇન વધારે લાંબી છૈ. દેશના બેંકિગ, એનબીએફસી તા રિયલ એસ્ટેટ બજારમાં લોન તથા કર્જનાં ખાડાં ઘણા ઉંડા છે અને આ ખાડામાં મધ્યમ વર્ગીય કર્મચારીઓનાં નાણાં પણ ફસાયેલા છે. સરકારની નવી સ્કીમો અને રોકાણને ટકાવી રાખવા સરકારે દેશનાં પ્રોવિડન્ડ ફંડોને નાણા રોકવાના નુસખા દેખાડ્યા હતા. જે અંતર્ગત હાલમાં EPFO ઐ પણ મુડીનું રોકાણ કર્યું છે. ખાસ કરીને IL&FS તથા DHFL જેવી કંપનીઓમાં પ્રોવિડન્ડ ફંડ વિભાગનાં આશરે ૧૩૦૦ કરોડ રૂપિયા સલવાયા છે. હવે જ્યારે સરકાર કાંઇ પગલા લેવા વિચારી રહી છે ત્યારે વિભાગે સરકારને આવેદન આપીને જણાવ્યું છે કે આ કંપનીઓ પાસે જેવી ફંડની જોગવાઇ થાય ત્યારે સૌ પ્રથમ પ્રોવિડન્ડ ફંડ વિભાગને પોતાના રોકાતા નાણા પાછા મળવા જોઇએ.

ભારતનો પ્રોવડન્ડ ફંડ વિભાગ વિશ્વનું સૌથી વિસ્તૄત સામાજીક સુરક્ષા વિભાગ માળખું છે. જેમાં કુલ ૧૭ કરોડ કરતા વધારે કર્મચારીઓની પરસેવાની કમાણી અને ગઢપણની પૂંજી જમા પડી છે. આશરે ૧૧ લાખ કરોડ રૂપિયાનો વહિવટ આ વિભાગ કરે છૈ.  સરકારના અને ઇન્વેસ્ટ ગુરૂઓનાં નાણા આદેશ કહો કે ટીપ્સના આધારે લોકોનાં નાણા આવા સાહસોમાં રોકવામાં આવ્યા બાદ ફસાયેલા છૈ આ નાણાને પરત લાવવાનાં ભગિર પ્રયાસ વિભાગે શરૂ કર્યા છે. આમ તો વિભાગનાં ખાતામાં પડેલા નાણાને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પણ અમુક નિશ્ચિત વળતર વાળી યોજનામાં અને ક્યારેક માર્કેટમાં આ પ્રકારનાં નાણાનું રોકાણ કરવામાં આવે છે. IL&FS માં વિભાગનાં ૫૭૪ કરોડ રૂપિયા જ્યારે DHFL મા ૭૦૦ કરોડ રૂપિયા સલવાયા છે. હવે જો સરકાર નાણાની  વ્યવસ કરે અવા તો કંપનીની પ્રોપર્ટી ત્તાબામાં લઇને વેચાણ કરવામાં આવે તો તેમાંથી મળનારા નાણા લેવા માટે લેણિયાતોની લાઇનો લાગવાની છે. આ લાઇનોમાં પોતાનો નંબર પહેલા લાગે તે માટે વિભાગે અત્યારી જ કામ શરૂ કરી દીધું છે.

EPF વિભાગે શ્રમ મંત્રાલયને રજૂઆત કરી છે કે આવી નાદાર કંપનીઓનાં નાણા જ્યારે છુટા થાય ત્યારે આવનારા નાણાં પર EPFO નો પહેલો હક બનવો જોઇએ. કારણકે આ નાણા કોઇના પેન્શનનાં નાણા છે જેની સૌ પ્રથમ ચુકવણી  થવી જોઇએ. ઉપરોક્ત બે કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીઓમાં કુલ મળીને EPFO વિભાગનાં આશરે ૧૮૦૦ કરોડ રૂપિયા સલવાયા છે. હાલમાં આ દરખાસ્ત સરકારી વિભાગ, તથા નિષ્ણાંતોના મંતવ્ય માટે  વિભાગનાં ટેબલો પર ફરી રહ્યો છે. ત્યારબાદ તેના પર સંસદનાં ગૄહનાં ફ્લોર પર ચર્ચા કરવામાં આવશે.

EPFO વિભાગમાં આવી બે પ્રકારની કંપનીઓ હોય છે જેમાં એક પ્રકાર IL&FS જેવી કંપનીનો હોય છે જ્યાં PF વિભાગે મુડી રોકી હોય છે જ્યારે બીજો પ્રકાર એવો હોય છે જેમાં કંપનીએ કર્મચારીઓનું PF કાપ્યું હોય પણ હજુ PF વિભાગમાં જમા ન કરાવ્યું હોય.

હાલમાં PF વિભાગ પાસે આવી વસુલીનું કોઇ સુનિયોજીત માળખું નથી.સરકારી કાયદા અનુસાર ૨૦ કે તેથી વધારે કામદારોવાળી કંપનીને કર્મચારીનાં બેઝીક પગારની ૧૨ ટકા રકમ PF રૂપે જમા કરાવવાની હોય છૈ. હાલમાં PF વિભાગ પાસે છ કરોડી વધારે કર્મચારીઓના PF એકાઉન્ટ છે.  બેશક PF વિભાગની કુલ ૧૧ લાખ કરોડની એસ્સેટ મેનેજમનેટ વ્યવસ સામે ૧૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ભલે મોટું ન ગણાય પરંતુ જ્યારે નાણા પાછા ન આવે ત્યારે એકાઉન્ટને ફટકો પડે તે ચોકકસ છે. એટલે જ હવે આવા સાહસોમાં રોકાયેલા PF વિભાગનાં નાણાને વસુલીનાં સમયે સૌ પ્રથમ વળતર આપવાની જોગવાઇ કરવાની હિમાયત કરાઇ છે. જો આમ નહીં થાય તો આ ફડચામાં ગયેલા નાણાની જવાબદારી કોની રહેશૈ સરકારની કે પ્રોવિડન્ડ ફંડ ખાતાધારક કર્મચારીની એ એક સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.