શું‘પદ્માવત’ લોકોના શ્ર્વાસ અધ્ધર કરી દેશે?
અદાલત બંધારણના દાયરામાં રહીને ફેંસલો કરે છે કોઈ ચોકકસ સમુદાયની ભાવના કે લાગણીને ધ્યાનમાં રાખી એકતરફી ફેંસલો કરી શકાય નહીં.
ફિલ્મ ‘પદ્માવત’ની રીલીઝ માટે કાયદાકીય રીતે માર્ગ મોકળો થઈ ગયો છે. ત્યારે તેની સામેનો વિરોધ વંટોળ વધુ ઉગ્ર બની ગયો છે. કેમકે સુપ્રીમ કોર્ટે ફિલ્મપર પ્રતિબંધ મૂકવાની માંગણી ફગાવી દેતા લોકોની ભાવના આહત થઈ છે. મતલબ કે ઠેસ પહોચી છે.
હજુ ગઈકાલે જ સુપ્રીમ કોર્ટે ‘પદ્માવત’ વિશે નવી પીઆઈએલ એટલે કે જનહિત અરજીની સુનાવણી કરવાનો જ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજય સરકારોની છે. બાકી કોઈ એક સમુદાય કોઈની ‘અભિવ્યકિતની આઝાદી’ પર લગામ લગાવી શકે નહી.સુપ્રીમ કોર્ટે આગળ એમ પણ કહ્યું કે અદાલત બંધારણના દાયરામાં રહીને ફેંસલો કરે છે. કોઈ ચોકકસ સમુદાયની ભાવના કે લાગણીને ધ્યાનમાં રાખીને એક તરફી ફેંસલો કરી શકાય નહી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાજય સરકારોને ફિલ્મ પદ્માવત પર પ્રતિબંધ ઉઠાવી લેવાનો હુકમ કરતા જ વિરોધી દેખાવ શરૂ થઈ ગયા હતા જે વિરોધી દેખાવ શરૂ થઈ ગયા હતા જે સિનેમાઘરો પદ્માવત દર્શાવશે તેમણે પોલીસ પ્રોટેકશન મેળવવું પડે તેવી પરિસ્થિતિ હાલના સંજોગો જોતા સર્જાઈ છે.જોકે કરણી સેનાએ ફિલ્મ પ્રદર્શિત ન જ કરવા દેવાનો નિર્ધાર કર્યો છે. એટલે થાશે શું કે જે પણ સિનેમાઘર પદ્માવત દર્શાવશે તેની પોપ્યુલારિટી ‘અપને આપ’ વધી જશે. ફિલ્મને બમ્પર બિજનેસ મળશે તેવી ભવિષ્યવાણી ફિલ્મ બિજનેશ સાથે જોડાયેલા કોમલ નાહટાએ કરી જ દીધી છે. લોકોની ઉત્સુકતા પણ ચરમ સીમાએ છે.
શ્રી શ્રી રવિશંકરે ‘પદ્માવત’ જોઈ
ફિલ્મ નિર્માતા -નિર્દેશક સંજય લીલા ભણસાલીએ આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરને ફિલ્મ ‘પદ્માવત’ બતાવી હતી ખાસ આયોજન કરાયું હતુ.
ફિલ્મ જોયા બાદ શ્રી શ્રી રવિશંકરે પ્રતિક્રિયા આપી હતી કે મને ‘પદ્માવત’માં કાંઈ જ વાંધાજનક લાગ્યું નથી.